MOMO GAME: બ્લૂ વ્હેલ બાદ મોમોની ખતરનાક સુસાઇડ ચેલેન્જ, આ WhatsApp નંબરથી રહો સાવધાન
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ સેટ થઇ જાય પછી સામાન્ય માણસથી લઇને મોટી સેલિબ્રિટી પણ ફેન થઇ જાય છે. કીકી ડાન્સે લોકોને રસ્તા પર ચાલુ વાહને ડાન્સ કરતા કરી દીધા છે ત્યાં ફેસબુક અને સોશિયલ મીડિયામાં ફેલાઇ રહેલા મોમો ગેમને પગલે લોકોમાં ખોફ ફેલાયો છે.
જી, હા. જો તમે સોશિયલ મીડિયા કે ફેસબુક અને વોટ્સએપ પર ઘણો સમય વીતાવો છે તો સાવધાન થઇ જાવ, બ્લૂ વ્હેલ ગેમ બાદ મોમો વોટ્સએપ ગેમ લોકોના જીવ પર જાનનો ખતરો બની તોળાઇ રહી છે. બ્લેૂ વ્હેલની જેમ આ પડકારે લેટિન અમેરિકી સહિત દેશોમાં લોકોની ઉંઘ હરામ કરી છે.
અહીં નોંધનિય છે કે, મોમો વોટ્સએપ એક કોન્ટેક્ટ નંબર છે જે વોટ્સએપ પર શેયર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ નંબર શેયર કરવાથી અને એને સેવ કરવાથી તમારા મોબાઇલ પર એક છોકરીનો ડરામણો ચહેરો આવી જાય છે. આ નંબરને એડ કરવાથી એક પછી એક એવી ઘણી બધી બાબતો શેયર થાય છે અને યૂઝર્સને ધીરે ધીરે આત્મઘાતી પગલું ભરવા ઉશ્કેરે છે.
વર્ષ 2016માં બ્લૂ વ્હેલ ગેમે સમગ્ર દુનિયામાં આતંક ફેલાવ્યો હતો. જેની અસર દેશમાં પણ જોવા મળી હતી. દુનિયાભરમાં આ ગેમના કારણે કેટલાક બાળકોએ મોતને ગળે લગાવ્યું હતું.
મોમો ગેમનો આ કોન્ટેક્ટ નંબર જાપાનના કોઇ વિસ્તારનો પીન કોડ નંબર હોવાનું કહેવાય છે. સૌથી પહેલા એ ફેસબુક પર જોવા મળ્યો હતો. જે બાદ ઘણા લોકોએ આ નંબર પર કોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોનું માનીએ તો મોમો વોટ્સએપ પર દેખાતો આ ડરાવનો ચહેરો જાપાનના એક સંગ્રહાલયમાં રાખવામાં આવેલી મૂર્તિ સાથે મળતો આવે છે.
આ ઉપરાંત કેટલાક લોકોનું કહેવું છે કે, મોમોનો હેતુ લોકોને ડરાવવાનો છે. DFNDR લેબનું કહેવું છે કે, આ નંબરોને ટ્રેક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ આને શરૂ કરાવનારની કોઇ ભાળ મેળવી શકાઇ નથી.
લેબ ડાયરેક્वટરનું કહેવું છે કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ કોન્ટેક્ટ નંબર વાયરલ થયા બાદ ઘણા લોકોએ આવી જ પ્રોફાઇલ બનાવી લીધી છે. લેબના સિક્યૂરિટી એક્સપર્ટે મોમો નંબર સેવ કરી વાત કરવાનો પ્રયાસ કર્યો તો કોઇ પ્રત્યુતર ન મળ્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ રહ્યું કે આનો હેતું શું છે અને આ નંબર કેમ ફેલાવવામાં આવી રહ્યો છે. (ફોટો સાભાર: @twitter)