લો બોલો....દારૂ પીવા માટેની વયમર્યાદામાં હવે થશે ઘટાડો! ખુલ્લેઆમ દારૂ વેચવાની તૈયારી?

Thu, 31 Dec 2020-12:55 pm,

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ 4 મહિના પહેલા એક કમિટી  બનાવી હતી. આ કમિટીનો હેતુ દારૂની પ્રાઈસ સિસ્ટમને સરળ બનાવવા, કારોબારમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને રાજ્યની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારના ઉપાયો સૂચવવાનો હતો. આ કમિટીના મુખિયા તરીકે આબકારી કમિશનર હતા. 

કમિટીએ અનેક સૂચનો આપ્યા છે. જો તે માની લેવામાં આવે તો આવનારા દિવસોમાં બીયર અને વાઈન દારૂની દુકાનોની સાથે સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પણ ખરીદી શકાશે. આ રીતે દારૂ મામલે આવનારા દિવસોમાં દિલ્હીમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. 

આ કમિટીએ દારૂ વેચાણ સંલગ્ન નિયમોમાં ફેરફારની ભલામણ કરી છે. કમિટીએ પોતાના સૂચનોમાં દારૂ પીવાની વયમર્યાદા ઓછી કરવાની, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દારૂનું વેચાણ શરૂ કરવું અને ડ્રાય ડેની સંખ્યાને ઓછી કરવાનું સામેલ છે. કમિટીએ સૂચન આપ્યું છે કે દારૂ પીવાની વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. 

કમિટીએ દારૂની દુકાનોની સંખ્યા વધારવા જેવી અનેક ભલામણ કરી છે. કમિટીના સૂચન મુજબ તમામ 272 નગર પાલિકા વોર્ડમાં 3-3 દારૂની દુકાનો હોવી જોઈએ. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 24 રિટેલ દુકાનો હોવી જોઈએ અને ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર છ રિટેલ વેન્ડ્સ હોવા જોઈએ. કમિટીએ દર 2 વર્ષમાં દારૂની દુકાનોનું વિતરણ લોટરી માધ્યમથી કરવાની ભલામણ કરી છે. 

કમિટીએ સૂચનો આપ્યા છે કે રિટેલ દુકાનદારોને 8 ટકા ફિક્સ માર્જિન આપવું જોઈએ. હોટલ, ક્લબ અને રેસ્ટોરાને લાઈસન્સ સરળતાથી મળે તેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. 

દિલ્હીમાં દારૂની દુકાનો માટે કેજરીવાલ સરકાર જનતા પાસે મત માંગવા જઈ રહી છે. દિલ્હીના એક વોર્ડમાં 3 અને દિલ્હીના 272 વોર્ડમાં કુલ 816 દારૂની દુકાનો ખોલવાની ભલામણ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ  કમિટીએ કરી છે. હાલ કોઈ વોર્ડમાં વધુ તો કોઈ વોર્ડમાં દારૂની ઓછી દુકાનો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link