PM Kisan Samman Nidhi: PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતી

Wed, 08 May 2024-12:23 pm,

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાના રૂ. 2000 ક્યારે ખાતામાં આવશે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

 

અત્યાર સુધીમાં આ યોજનાના 16 હપ્તાના નાણાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવી ગયા છે. જે બાદ ખેડૂતો 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આ યોજનાનો લાભ માત્ર એજ ખેડૂતોને મળે છે જે ખેડૂતોનું નામ આ યાદીમાં સામેલ હોય છે.

 

આવી સ્થિતિમાં ખેડૂતોએ લાભાર્થી યાદીમાં તેમના નામ તપાસવા જોઈએ. એવું ન થાય કે તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે.

 

સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે.

 

ત્યાર બાદ આપે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

 

આ પછી તમે રજીસ્ટ્રેશન નંબર નાખો, જો તમને તે ખબર ન હોય તો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખો. આ પછી તમને રજિસ્ટ્રેશન નંબર અને એડ્રેસ વિશે જાણકારી મળશે.

 

ત્યાર બાદ  `Beneficiary List` ના આપવામાં આવેલાં ઓપ્શન પર ક્લિક કરો.

 

ત્યાર બાદ તમારે તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરવાની રહેશે.

 

`Get Report` નો વિકલ્પ ગામમાં લાભાર્થીઓની યાદી જાહેર કરશે. જ્યાં તમે તમારું નામ જોઈ શકાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link