Agriculture: ખેતરમાં `પતંગ` ઉડાવવાના મળશે પૈસા! શું તમે આ સરકારી યોજના વિશે જાણો છો?
Dron Didi Yojna: બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ ગઈ છે. એક સમયે હવા કઈ બાજુની છે એ પતંગ ઉડાવી પણ જોવાતું હતું. હવે આવી ગયા છે હાઈટેક 'પતંગ', જે ઉંચા આકાશથી ફોટા, વીડિયો અને નાનામાં નાની જાણકારી મેળવી શકે છે. અહીં વાત થઈ રહી છે ડ્રોનની. જાણો ખેતીવાડીમાં મહિલાઓના યોગદાન સાથે જોડાયેલી શું છે કેન્દ્ર સરકારની ખાસ યોજના અને કઈ રીતે મેળવી શકાય છે તેનો લાભ...
કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ દેશમાં સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી તરીકે બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડ્રોન દીદી યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓનું સ્વ-સહાય જૂથોની સક્રિય સભ્ય હોવું જરૂરી છે. આ સાથે મહિલાનું ભારતીય નાગરિક હોવું પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
એ પણ જાણી લઈએ કે ભારત સરકારની આ યોજના અંતર્ગત ખેતીવાડીમાં મહિલાઓનો સહિયોગ લેવાની વાત તો કરવામાં આવી છે. પણ આ ખરે કઈ રીતે થાય છે ડ્રોન દીદીની પસંદગી? તો એનો જવાબ એવો છેકે, મહિલા ડ્રોન પાઈલટને 10 થી 15 ગામોનું ક્લસ્ટર બનાવીને ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત તાલીમ આપવામાં આવશે. જેમાંથી એક મહિલાને 'ડ્રોન સખી' તરીકે પસંદ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર, પાન કાર્ડ, ફોન નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્વસહાય જૂથ ઓળખ કાર્ડ સહિતના દસ્તાવેજો જરુરી છે.
એકાએક રોગચાળાને કારણે કોઈપણ પાક પર છંટકાવ કરવો અશક્ય હોય છે. હવે આ ડ્રોન ટેક્નોલોજીથી એક સમયે મોટા વિસ્તારમાં છંટકાવ કરી શકાશે. તેનાથી દવા અને સમય બંનેની બચત થશે. અગાઉ સમયના અભાવે ખેડૂતો દવાનો છંટકાવ કરી શકતા ન હતા. જેના કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતો હતો અને પાક બગડતો હતો, પરંતુ હવે ડ્રોનથી એક જ વારમાં વધુ એકરમાં છંટકાવ કરી શકાશે.
આ યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. અરજદાર આર્થિક રીતે નીચલા વર્ગનો હોવો જોઈએ. સાથે જ અરજદાર કૃષિ પ્રવૃતિઓમાં સામેલ હોવો જોઈએ.
જે મહિલા ડ્રોન દીદી તરીકે કામ કરશે તેને 15,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ યોજના દ્વારા મહિલાઓનો પગાર DBT દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં ડ્રોન દીદી યોજના માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ ફાળવણી 2.5 ગણી વધારે છે. ગયા વર્ષે આ યોજના માટે 200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
એકાએક રોગચાળાને કારણે કોઈપણ પાક પર છંટકાવ કરવો અશક્ય હોય છે. હવે આ ડ્રોન ટેક્નોલોજીથી એક સમયે મોટા વિસ્તારમાં છંટકાવ કરી શકાશે. તેનાથી દવા અને સમય બંનેની બચત થશે. અગાઉ સમયના અભાવે ખેડૂતો દવાનો છંટકાવ કરી શકતા ન હતા. જેના કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતો હતો અને પાક બગડતો હતો, પરંતુ હવે ડ્રોનથી એક જ વારમાં વધુ એકરમાં છંટકાવ કરી શકાશે.
પીએમ ડ્રોન દીદી યોજનાનો લાભ માત્ર સ્વ-સહાય જૂથની મહિલાઓને જ મળશે. આ યોજના હેઠળ પસંદગી પામેલ મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે.