અચાનક કેમ ચર્ચામાં આવી ગઈ ગુજરાતની આ ભેંસ? કામ અને કિંમત જાણીને ચોંકી જશો
ગુજરાતના મોટાભાગનાં ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે. પરંતુ ખેતીમાં નુકસાનની પણ થઇ રહી છે. ઘણી વખત પાકનાં યોગ્યા ભાવ મળતા નથી. તેમજ પાક નિષ્ફળ જતા નુકસાની વેઠવી પડે છે. જેના કારણે અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરે છે. એમાંથી એક ખેડૂત છે જેની ભેંસ હાલ ચર્ચમાં છે.
ભાવનગર જિલ્લાનાં ત્રક ગામનાં પશુપાલક પાસે મોંઘી ભેંસ છે. આ ભેંસની કિંમત લાખો રૂપિયામાં છે. ભેંસની કિંમત લાખો રૂપિયામાં કેમ છે તેનું પણ મોટું કારણ છે. જાણીને તમારા માન્યામાં નહીં આવે પણ આ ભેંસની કિંમત લગભગ દોઢથી બે લાખ રૂપિયા સુધીની છે. ભેંસનું વજન અને તેની દૂધ આપવાની કેપેસીટી જાણીને તમે પણ હચમચી જશો.
લાખોની કિંમતની આ ભેંસ તેના માલિકને પણ લાખોની કમાણી કરાવી રહી છે. આ ભેંસ રોજનું 16 લિટર દૂધ આપે છે. તેમજ ભેંસનું અંદાજીત વજન 450 કિલો જેટલો છે. હરપાલસિંહની ભેંસ રોજનું સવાર અને સાંજ 16 લિટર દૂધ આપે છે. એક લિટર દૂધનાં 70 થી 75 રૂપિયા ભાવ મળે છે.
આ ભેંસના માધ્યમ દ્વારા તેના માલિકને દરમહિને ઓછામાં ઓછી 30,000થી 35000 રૂપિયાની કમાણી થઇ રહી છે. ભેંસને રોજ 10 કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે. તેમજ રોજ 3 થી 4 કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે.
આ મસમોટી ભેંસ દર મહિને અંદાજે 30 થી 35 હજાર કરતા વધારે રૂપિયાના દૂધનું ઉત્પાદન કરે છે. ખેતી હોવાનાં કારણે પશુપાલનમાં સરળતા રહે છે. ભાવનગર જિલ્લાના ત્રક ગામનાં હરપાલસિંહ ગોહિલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. તેમની પાસે વર્ષોથી આ ભેંસ પાળેલી છે.
આ ભેંસને રોજ ત્રણ થી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે. આ ભેંસ 3 વેતર વિયાણ કરેલું છે. જેમાં પહેલા વેતર પાડો અને બીજા વેતરે પાડીનો જન્મ થયો હતો. આ જાફરાબાદી ભેંસની લંબાઈ અંદાજીત 7.5 ફૂટ છે. ભેંસનું વજન 450 કિલો છે. ભેંસની કિંમત દોઢ થી બે લાખ રૂપિયાની આસપાસ છે.
ખેડૂતો ખેતીની આવક વધારા અનેક પ્રયોગ કરતા હોય છે અને તેમા સફળત પણ થતા હોય છે. પરંતુ ખેતી સાથે પશુપાલન એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ખેતી અને પશુપાલન એક બીજાનાં પુરક છે. ખેતી સાથે પશુપાલનથી ડબલ આવક થાય છે.
ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં અનેક ખેડૂતો ખેતી અને પશુપાલન બન્ને કરી આવક વધારી રહ્યાં છે. તેમજ ખેડૂતો સારી નસલની અને મોંઘી ગાય અને ભેંસ રાખે છે. જેના કારણે આવક સારી થાય છે.