ખેડૂતો આનંદો! અતિવૃષ્ટિથી પાક નુકસાની અંગે ગુજરાત સરકાર જાહેર કરશે રાહત પેકેજ

Mon, 21 Oct 2024-3:22 pm,

ZEE 24 કલાકના અહેવાલનો પડઘો ગાંધીનગરમાં પડ્યો ZEE 24 કલાકે ખેડૂતોની વ્યથા પહોંચાડી સરકાર સુધી દિવાળી પહેલા ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર જલ્દી અતિવૃષ્ટિને લઈને પેકેજ જાહેર કરશે અતિવૃષ્ટિમાં થયેલા પાકની નુકસાનીની અપાશે આર્થિક સહાય

Agriculture News: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. હવે ગુજરાત સરકાર આ ખેડૂતોની પડખે આવી છે. જે પણ ખેડૂતોને નુકસાની થઈ છે તેમના માટે સરકાર રાહત પેકેજ જાહેર કરશે. આ અંગે આજે ગુજરાત સરકારે કરી દીધી છે મોટી જાહેરાત. રાજ્યના જે-જે વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાકની નુકસાની થઈ છે તેમના માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ...

ભારે વરસાદ એટેલેકે, અતિવૃષ્ટિને કારણે આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. કારણકે, ભારે વરસાદને પગલે ક્યાંક ખેડૂત પાણીમાં ઘરકાવ થઈ ગયા તો ત્યાંક ઊભો પાક લીલા પાણીએ ધોઈ નાંખ્યો. આ અંગે મોટું મન રાખીને ગુજરાત સરકાર જાહેર કરશે રાહત પેકેજ. દિવાળી પહેલા જ રાજ્ય સરકાર પેકેજની કરશે જાહેરાત. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં પડેલા ભારે વરસાદ થી થયેલા નુકશાની માં સહાયની કરશે જાહેરાત...

ZEE 24 કલાકના અહેવાલનો પડઘો ગાંધીનગરમાં પડ્યો ZEE 24 કલાકે ખેડૂતોની વ્યથા પહોંચાડી સરકાર સુધી દિવાળી પહેલા ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર જલ્દી અતિવૃષ્ટિને લઈને પેકેજ જાહેર કરશે અતિવૃષ્ટિમાં થયેલા પાકની નુકસાનીની અપાશે આર્થિક સહાય

ખેડૂતોની માનીએ તો  ખેડૂતોના કહ્યા પ્રમાણે પાકની લણણી કરવાની તૈયારી હતી. ત્યારે આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલણી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો.

ઉલ્લેખનીય છેકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકસાન મામલે સહાયની જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રીએ પણ કહ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા વરસાદથી થયેલા વરસાદનો સર્વે પૂર્ણ થયો છે. જલ્દી જ ખેડૂતોને સારા સમાચારા આપવામાં આવશે. આપની ચેનલ ઝી 24 કલાક સતત ખેડૂતોને અવાજ બની રહી છે.

રાજ્યના તમામ વિસ્તારોમાં ઝી 24 કલાકના રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને ખેડૂતોની વ્યથા જાણી રહ્યા છે. અને આ અવાજ સરકાર સુધી પહોંચી રહી છે આપની ચેનલ. ખેડૂતો માટેનું આ પેકજ હજાર કરોડ કરતા વધારે આપવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. ત્યારે હાલ અંતિમ મંજૂરીની રાહ જોવાઇ રહી હતી. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે આગામી બુધવારે મળનારી કેબિનેટ દિવાળીના તહેવારો પહેલાની કદાચ છેલ્લી કેબિનેટ છે. આથી આ કેબિનેટમાં પેકેજ જાહેર કરવામાં આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link