સાડી પહેરીને ગરબે ઘુમે છે પુરુષો... ગુજરાતના આ શેરી ગરબામાં 200 વર્ષથી પરંપરા એવી ને એવી છે
નવરાત્રિમાં અમદાવાદના શહેર વિસ્તારમાં અનોખી રીતે ગરબા ઉત્સવ ઉજવાય છે. જ્યાં પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે. તમને જણાવી દઈએ કે, બારોટ સમુદાયના પુરુષો નવરાત્રિના આઠમના દિવસે રાતના સમયે સાડી પહેરીને ગરબા કરે છે. જ્યાં મોટી સંખ્યામા લોકો સામેલ થાય છે.
કહેવાય છે કે, બરોટ સમુદાયના પુરુષો નવરાત્રિ દરમિયાન ચાલી આવતી 200 વર્ષ જૂની પરંપરાનું પાલન કરે છે. બારોટ સમુદાયના લોકો સાડી પહેરીને તૈયાર થાય છે અને ગરબા કરે છે. લોકો આ અનોખી પરંપરા વિશે જાણીને આશ્ચર્ય પામે છે.
કહેવાય છે કે, લગભગ 200 વર્ષ પહેલા સાદુબા નામની મહિલાએ બારોટ પરિવારના પુરુષોને શ્રાપ આપ્યો હતો. નવરાત્રિમાં સાડી પહેરીને પુરુષો તેનો પશ્ચાતાપ અનુભવે છે. નવરાત્રિ દરમિયાન બારોટ સમુદાયના પુરુષો સદુ માતાની પૂજા કરે છે અને તેમની માફી માંગે છે.
ઉલ્લેખનીય છે કે, બારોટ સમુદાયના લોકોએ 200 વર્ષની અનોખી પરંપરા અત્યાર સુધી જીવંત રાખીને બેસ્યા છે.