દેવ દિવાળીએ ફોડાયેલા ફટાકડાથી અમદાવાદના લાટી બજારમાં લાગી વિકરાળ આગ
અમદાવાદના ગીતા મંદિર સ્થિત લાટી બજારમાં મોડી રાતે આગનો બનાવ બન્યો હતો. પ્લાયવુડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે, વિકરાળ આગ ઉપર કાબુ મેળવતા ફાયરબ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કોલ મળતા જ ફાયર વિભાગના 15 થી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો, કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ આગને પગલે મોટું નુકસાન થયું છે.
ગીતા મંદિરના લાટી બજારમાં વિભાગ 3 માં આવેલી પ્લાયવુડના દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ હાઉસ નામના ગોડાઉનમાં આગ લાગી હતી. મોડી રાતે આગ પર કાબૂ તો મેળવી લેવાયો હતો, પરંતું સતત નીકળી રહેલા ધુમાડાને ઠારવા માટેની કાર્યવાહી આજે સવારે પણ યથાવત છે.
દેવદિવાળીએ ફોડાયેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરંતું વિકરાટ આગને પગલે પ્લાયવુડ જથ્થામાં મોટું નુકસાન થયું છે.