અમદાવાદમાં નવીન નજરાણું: રિવરફ્રન્ટ નહીં અહીં બની રહ્યો છે અનોખો ફૂટ ઓવરબ્રિજ, જાણો કેવો છે અને ક્યારે થશે શરૂ?

Mon, 24 Jan 2022-7:27 pm,

વસ્ત્રાલ ગામ રિંગરોડ ચાર રસ્તા પર ઔડા દ્વારા અનોખા ફૂટ ઓવરબ્રિજનું ચાલી કામ રહ્યું છે. રાહદારીઓ માટે ખાસ વર્તુળ આકારની ડિઝાઇન ધરાવતો સર્કલ આકારનો ફૂટ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જમીનથી 5 મીટર ઊંચે ફૂટ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે.

હાલ કુલ 300 મીટરના વિસ્તારમાં 250 મીટરનું વર્તુળ આકાર લઈ રહ્યું છે. રાહદારીઓને સરળતાથી ચાલવા 4 મીટર પહોળો પેસેજ પણ બનાવવામાં આવી રહ્યો છે.  

ટ્રાફિકથી ધમધમતા રિંગરોડને સુરક્ષિત પાર કરવા ઔડા દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમયાંતરે સર્જાતા અકસ્માતને ટાળવા ઔડા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

ચાર રસ્તાની તમામ દિશામાંથી રાહદારીઓ  બ્રિજ પર જઈ શકશે. ફૂટ ઓવરબ્રિજથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ઉપર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂટ બ્રિજની મદદથી મેટ્રો સ્ટેશનેથી સીધો રિંગરોડ પણ ક્રોસ કરી શકાશે.

બ્રિજની ચારેય દિશામાં પગથિયાં, એસકેલેટર અને લિફ્ટની સુવિધા કરવામાં આવી છે. રૂ.16.43 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જૂન 2022 ના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link