અમદાવાદના સ્પામાં દારૂની મહેફિલ, માથા પર દારૂનો ગ્લાસ મૂકીને યુવતીઓએ કર્યો ડાન્સ, PHOTOs
)
અમદાવાદમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્પામાં થયેલી દારૂ પાર્ટીનો વીડિયો હોવાનું અનુમાન છે. આ વીડિયોમાં યુવક- યુવતીઓ એનિમલ ફિલ્મના જમાલ કુડુ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
)
સ્પામાં જન્મદિવસની ઉજવણી સમયે "દારૂ વિથ ડાન્સ" થયો હતો. દારૂના નશામાં યુવક અને યુવતીઓ બેફામ ઝૂમી રહ્યા છે. પોલીસ "દારૂ વિથ ડાન્સ" ના વીડિયો અંગે તપાસ કરી રહી છે.
)
આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાની વાત વહેતી થઈ છે, જે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.