અમદાવાદના આ વિસ્તારમાં આવી રહ્યો છે સૌથી મોટો લોટસ ગાર્ડનનો પ્રોજેક્ટ, દૂબઈ જેવી રોનક થશે
ફ્લાવર શોની સફળતા બાદમાં હવે SG હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના નવા બજેટમાં શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામા આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં વધુ એક પ્રોજેક્ટની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ નવો પ્રોજેક્ટ લોટસ ગાર્ડન છે. જે કમળની ખીલેલી પંખુડીઓના આકારમાં જોવા મળશે.
આ ગાર્ડનમાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે. સાથે જ આ દરેક પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે.
દેશોના વિવિધ ભાગના ફુલોનુ ફલોરલ મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામા આવશે. ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ પાર્ક હશે. વિવિધ પ્રદેશના ફૂલો અહી મૂકવામાં આવશે. આ ગાર્ડનમાં ભેજ, તાપમાન અને દરેક વસ્તુ નિયંત્રિત કરી શકાશે.
આ પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ ઉપર વિકસાવવામા આવશે.લોટસ પાર્કની સિવિલ,ઈલેકટ્રીક તથા લેન્ડ સ્કેપ સહિતની કામગીરી કરવા રુપિયા ૨૦ કરોડ ફાળવવામા આવ્યા છે. લોટસ પાર્કનો કુલ ખર્ચ ૫૦ કરોડથી વધુ થવાની સંભાવના છે. બે થી ત્રણ તબકકામાં ગાર્ડનની કામગીરી કરવામાં આવશે.
સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેક્નોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ, પાર્કિંગ વગેરે જેવી સુવિદ્યાઓ સાથે પાર્ક બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે.