એક અમદાવાદીએ નાનકડાથી શોખથી આખું મ્યૂઝિયમ ઉભુ કર્યું અને હવે કહે છે, શોખની કોઇ કિમત નથી હોતી

Thu, 05 Jan 2023-6:01 pm,

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા લલિત મહેતા કાચબાઓની અનેક પ્રતિકૃતિ એકઠી કરી... કાચબાઓની અનેક પ્રતિકૃતિઓનું મ્યુઝીયમ તૈયાર કર્યું. ઓડિયો વિઝનના ઇક્વીપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લલિત મહેતાએ 50 વર્ષની ઉંમર બાદ કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની શરૂઆત કરી હતી. લલિત મહેતાએ વિશ્વના અલગ અલગ દેશ જેમ કે ફિલિપાઇન્સ, આફ્રિકા કેન્યા, અમેરિકા જેવા દેશ થતાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી 6 હજારથી વધારે કાચબાની પ્રતિકૃતિ એક્ઠી કરી છે. કાચબાના આકારની છીણી, સાબુ, ટી કોસ્ટર, સોડાની બોટલ ખોલવા માટેનું ઓપનર, બોટલ, પતંગ સહિતની વસ્તુઓ બનાવી છે. 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં નિવાસ કરતા લલિત મહેતા એટલે ટર્ટેલિયમના માલિક છે. ઓડિયો વિઝનના ઇક્વીપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લલિત મહેતાએ 50 વર્ષની ઉંમર બાદ કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની શરૂઆત કરી 14 વર્ષના અંતે આજે તેમના ટર્ટેલીયમમાં વિશ્વના અલગ અલગ દેશ ફિલિપાઇન્સ,આફ્રીકા કેન્યા અમરીકા ઇટાલી જેવા દેશ તથા ભારતના અલગ અળગ રાજ્યમાંથી એકઠી કરેલી 6000 થી વધારે કાચબાની પ્રતિકૃતિ છે. આ પ્રતિકૃતિની વાત કરીએ તો કાચબાની આકારની છીણી, સાબુ મુકવાનું કેસ, લાઇટર, પરફ્યુમની બોટલ, પતંગ, ચાના કપ મુકવા માટેનું ટી કોસ્ટર, સોડાની બોટલ ખોલવા માટેનું ઓપનર, બગીચામાં રોપા માટેના કુંડા,ઘડિયાળ,કબાટનું હેંન્ડલ,કાચબા આકારની પીગીબેંક, સોફ્ટ ટોય, ફાઇબરના કાચબા,ચામડાના કાચબા અને જેની તમે કલ્પના ન કરી શકો એવી કાચબાની પ્રતિકૃતિ અહી તમને જોવા મળશે જાણીને નવાઇ લાગશે કે કાચબાની દરેક પ્રતિકૃતિ સાથે એક વાર્તા જોડાયેલી છે.

હાલ 64 વર્ષની ઉંમરે રહેલા લલિત મહેતા મહેતા આજે પણ કાચબાની અલગ અલગ પ્રતિકૃતિ એકઠી કરી રહ્યા છે. ટર્ટેલિયમમાં 20 દેશોની ચલણી નોટ અને 125 દેશની પોસ્ટલ સ્ટેમ્પ છે, જેના પર કાચબાની પ્રતિકૃતિ હોય અહી અનેક એવા ગ્રીટીંગ કાર્ડ પણ છે. જ્યાં કેન્દ્ર સ્થાને કાચબો હોય. લલિત મહેતાના આ શોખથી તેમનું મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ પણ સારી રીતે પરિચિત થયા છે. તેથી વારે પ્રસંગે તેમને કાચબાની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપે છે. તો સામે લલિત ભાઇ પણ જ્યારે કોઇને ભેટ આપવાની થાયતો કાચબાની પ્રતિકૃતિ આપે છે. શા માટે પ્રતિકૃતિ જીવિત કાચબો કેમ નહી તો લલિત મહેતા કહે છે કે, જીવિત કાચબો રાખવો એક ગુનો હોવાથી તેઓ પ્રકિકૃતિ એકઠી કરી રહ્યા છે. 

શોખની કોઇ કિમત નથી હોતી, ટર્ટેલીયમ માટે થયેલી કિંમતનો કોઇ ફોડ લલિત મહેતા પાડતા નથી. ટર્ટેલિયમમાં કાચબાની પ્રતિકૃતિની પીપુડી, સિંદુરની ડબ્બી, લેમ્પ જોવા મળશે અને કાચબાના સ્વરૂપમાં ઢળેલી અઢળક વસ્તુની પ્રતિકૃતિ તમને અહી જોવા મળશે. નર્મદા નદીના કિનારે આવેલા મંદિરના એક ખંડિત નંદીની પ્રતિમાથી કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની સફર શરૂ થઇ જે આજે પણ ચાલુ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link