કોઈ વિચારી પણ ન શકે તેવા ઘરમાં રહે છે અમદાવાદના મેયર કિરીટ પરમાર
મેયર બન્યા બાદ કિરીટ પરમાર ભદ્રકાળી મંદિરમાં આર્શીવાદ માટે પહોંચ્યા હતા
મેયરના નામની જાહેરાત થયા બાદ કિરીટ પરમારે આજે જ અમદાવાદ મહાનગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો હતો.
અમદાવાદના મેયર (ahmedabad mayor) નું નિવાસસ્થાન સૌ કોઈને અવાક કરી દે તેવુ છે. તેઓ એવી જગ્યાએ રહે છે જ્યાં જવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે.
ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામ પર પસંદગી કરાઈ છે. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ.
કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે. જાણીને આશ્ચર્ય થશે, પણ તેઓ એક રૂમના મકાનમાં જ રહે છે.
અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે (BJP) એક મેસેજ આપ્યો છે.
અમદાવાદ શહેરને નવા મેયર બન્યા છે, સાથે જ નવા શાસકોના નામની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા.
કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે.
કોઈ આલિશાન પરિવારમાંથી નહિ, પણ સામાન્ય ઘરમાંથી આવે છે અમદાવાદ (ahmedabad) ના નવા મેયર. આ સાથે જ ભાજપે નગરના લોકોને સંદેશો આપ્યો છે કે, સામાન્ય પરિવારમાંથી આવતા માણસો પણ ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકે છે.
અડધાથી વધુ અમદાવાદીઓને ખબર પણ નહિ હોય કે, હીરાભગતની ચાલી ક્યાં આવી છે. ત્યારે નાનકડી એવી ચાલીના નાનકડા એવા છાપરાનું મકાન શહેરના નવા મેયર કિરીટ પરમારનુ નિવાસસ્થાન છે. તેથી જ પોતાની પસંદગી મેયર તરીકે થતા કિરીટ પરમાર આંખમાં આવી નીકળેલા આસું રોકી શક્યા ન હતા. તેઓ ભાવુક થઈ ગયા હતા.