મુંબઇથી ગાડી આવી હો દરિયાલાલા...તસવીરોમાં જુઓ હેલ્મેટ ગરબા

Tue, 16 Oct 2018-4:19 pm,

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટીના રહીશો દ્વારા સમાજ અને સોસાયટીમાં હેલ્મેટ પહેરવાને લઇને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી હેલ્મેટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રિના છઠ્ઠા નોરતે સોસાયટીની મહિલા, પુરૂષો અને બાળકો હેલ્મેટ પહેરીને ગરબાના તાલે ઝૂમ્યા હતા અને ટ્રાફિક અવરનેસનો સંદેશો પુરો પાડ્યો હતો. 

હેલ્મેટ વગર વાહન હંકારવાના પરિણામો કેટલા ગંભીર આવે છે?, વાહન ચલાવતાં ચલાવતાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી બની શકે તે લોકો સમજી શકે અને નિયમોનો ભંગ કરતાં અટકે તે માટે સોસાયટીના રહીશો ટ્રાફિક અવેરનેસની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સિગ્નલ પર ગ્રીન સિગ્નલની રાહ જોયા બાદ જ વાહન આગળ ચલાવવું તે પ્રકારની એક્શન કરી ગરબે ઘૂમ્યા હતા 

આજથી આપણે આપણા માટે નહી પરંતુ આપણા પરિવાર માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીશું એવી નેમ લીધી હતી. 

એક નાનકડો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ. 

મર્યાદિત ગતિએ વાહન ચલાવવું જોઇએ તે પ્રકારે ગરબા એક્શન દ્વારા લોકોને ટ્રાફિક અંગેની સમજણ આપી હતી. 

જો આપણે આપણા મોબાઇલની સુરક્ષા માટે સ્ક્રીનગાર્ડ લગાવતા હોઇએ છીએ તો આપણે આપણી સુરક્ષા માટે હેલ્મેટ તો પહેરી જ શકીએ. આપણો જીવ મોબાઇલ કરતાં અનેક ગણો કિંમતી છે. તો આજથી આપણી ફરજનો એક ભાગ સમજીને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખીશું.  

લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં અટકે તે માટે સોસાયટીના રહીશો દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link