અમદાવાદીઓને મળશે વધુ લાંબુ રિવરફ્રન્ટ, 5.8 કિમીના નવા પટ્ટાને મળી મંજૂરી
અમદાવાદ રિવરફ્રન્ટના ફેઝ 2 ની કામગીરી માટે પ્લાનિંગ માટે મંજૂરી મળી ગઈ છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેઝ-1 અને ફેઝ 2 એમ મળીને કુલ 34 કિમીનો રિવરફ્રન્ટ હવે અમદાવાદીઓ માટે બનશે.
રિવરફ્રન્ટના ફેઝ 2 નું કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સાથે જ અમદાવાદની ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થશે. ફેઝ 2 માં લોકોને નવા બગીચાઓ અને ફૂડ પ્લાઝા અને ચિલ્ડ્રન પ્લે એરિયા મળશે.
રિવરફ્રન્ટનો બીજા ફેઝ પ્લાન મંજૂર થયો છે. રિવરફ્ન્ટ પૂર્વમાં 5.8 કિમીનો વધારો કરવામાં આવનાર છે. આ વધારો પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી થશે. રિવરફ્રન્ટ પશ્ચિમમાં 5.2 કિમીનો વધારો કરાશે. બંને બાજુની રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે.
નવા રિવરફ્રન્ટ એરિયામાં બેરેજ કમ બ્રિજના નિર્માણ થશે. ચાંદખેડા, હાંસોલ, એરપોર્ટ માટે કનેક્ટિવિટી મળશે. તો નવા બગીચાઓ અને ચિલ્ડ્રન પ્લે એરિયાઓ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.