અમદાવાદ: મહિલા સશક્તિકરણ માટે રાઇફલ ક્લબમાં ટ્રેનીંગનું આયોજન, જુઓ તસવીરો

Sat, 20 Apr 2019-6:05 pm,

આમ તો રાઈફલ શુટિંગનો સમાવેશ ઇન્ટરનેશનલ રમતમાં થાય છે. પણ આ ખેલની આપના દેશમાં એટલી જાગરૂકતા નથી. આનું સૌથી મોટું કારણ છે આ ખેલમાં વાપરતા સાધન ખુબ મોંઘા આવતા હોઈ છે. આ ગેમ માટે વપરાતી ગન પણ લાખો રૂપિયામાં આવતી હોઈ છે. ત્યારે આ ખેલ માટે સરકાર દ્વારા પણ કોઈ ખાસ સુવિધા કરવામાં આવી નથી. જો આ ક્ષેત્રમાં સરકાર નક્કર પગલા લઈને સગવડ કરવામાં આવે તો ચોક્કસ સારા પરિણામ મળી શકે.

આ કાર્યક્રમમાં 14 વર્ષથી લઈને 70 વર્ષ સુધી મહિલો ભાગ લીધો. તેમજ શાસ્ત્રની તાલીમ લીધી જેથી જીવનમાં ક્યારે જરૂર પડે તો તે પોતાનો સ્વબચાવ કરી શકે. આમ તો મહિલાની સુરક્ષા અંગે ઘણી સંસ્થાઓ તેમજ સરકાર કમી કરે છે. પણ હજુ પણ આજ આપના સમાજ મહિલાઓ સુરક્ષિત છે તેવું અનુભવ નથી કરી રહી છે. દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ સમાજમાં જોવા મળે છે. અને મહિલાઓ ને આના લીધે ઘણું બધું સહન કરવું પડતું હોઈ છે.ત્યારે આવા બનાવમાં મહિલાઓ જાતે પોતાનું રક્ષણ કરી શકે તેમજ આ ક્ષેત્રમાં આગળ વધી શકે.

આમ તો સમાજમાં એક ખોટી માન્યતા ચાલતી આવી છે કે મહિલાઓ દરેક વસ્તુ ના કરી શકે. અને તેને ઘર પરિવાર અને સંસારમાં બાંધી દેવામાં આવે છે. ત્યારે આ બધી પરંપરાની સામે મહિલા ધારે તે બધું કરી શકે છે તે સિદ્ધ કરવા માટે આજે અમદાવાદ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનમાં દરેક ઉમરની મહિલાઓ ભાગ લીધો અને રાઈફલની ખાસ જાણકારી તેમજ તાલીમ મેળવી.  

રાઈફલ ક્લબ ખાતે મહિલા સશક્તિકરણ હેતુથી રાઈફલ ટ્રેર્નીગ કેમ્પ તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. વજ્રા ઓ ફોર્સ ફાઉન્ડેશન અને અમદાવાદ મિલેટ્રી એન્ડ રાઈફલ ટ્રેનીગ એસોસિયેશનના સંયુક્ત રીતે મહિલાઓ માટે ખાસ ટ્રેનીગ કેમ્પનું આયોજન કર્યું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link