પતંગ હોટલનું ગ્રાન્ડ ઓપનિંગ : આખુ અમદાવાદ જોતું રહી ગયું તેવી આતશબાજી કરાઈ

Wed, 25 Oct 2023-9:09 am,

પતંગ હોટલ ભારતની એકમાત્ર ફરતી રેસ્ટોરન્ટ છે. ૧૯૮૦-૧૯૮૪ દરમિયાન બાંધવામાં આવી હતી. જે જમીનથી ૨૨૧ ફીટ (૬૭ મીટર) ઊંચી આવેલી છે. આ રેસ્ટોરન્ટ અમદાવાદનું એક સીમાચિહ્ન ગણવામાં આવે છે.

અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થઈ છે. કોરોના અગાઉ રિનોવેશન માટે હોટલ બંધ થઈ હતી, જે હવે ફરીથી શરૂ કરાઈ છે. નવા અંદાજમાં હવે પતંગ હોટલ જોવા મળશે.

ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ હશે. જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દૃશ્યો જોવા મળે છે, તે પ્રકારના દૃશ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે.આ ઉપરાંત અનેક નવા ફેરફાર સાથે પતંગ હોટલ શરૂ કરાઈ છે.

1983 માં જ્યારે ભારત વર્લ્ડકપ જીત્યુ હતું, ત્યારે પતંગ હોટલનું નિર્માણ થયુ હતું. ભારતના પ્રથમ માસ્ટર શેફ અજય ચોપડાના માર્ગદર્શનમાં તમામ ક્યુઝીન તથા મેનુ અમદાવાદના રસિકો માટે પિરસવામાં આવશે.   

હાલ પતંગ હોટલને નવા જમાના મુજબ ગ્લોબલ ટચ આપવામાં આવ્યો છે. આ માટે લગભગ 12 કરોડનો રિનોવેશનના ખર્ચાનો અંદાજ મૂકાયો હતો, તેની સામે 22 કરોડ જેટલો ખર્ચો થયો છે. બુર્જ ખલીફાની જેમ કોઈ પણ શહેરીજનન તેમની બર્થડેટ ઉજવાવ માટે મેપિંગ કરાશે. આ માટે બુર્જ ખલીફામા જે કંપની કામ કરે છે તેને જ કામ સોંપાયું છે. આ ઉપરાંત પતંગ રેસ્ટોરન્ટ દર અઠવાડિયે સ્વૈચ્છિક સંસંથાઓના 50 બાળકોને નિશુલ્ક નાસ્તાનો લ્હાવો કરાવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link