AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્ત
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ (Brek Fail) થઈ જતા અકસ્માત થયો હતો. આમિર મન્સૂરી 10 વર્ષ થી બસ ચલાવે છે ત્યારે એન ટ્રાફીક પોલીસે બસ ચાલક ની ધરપકડ કરી બીજા દિવસે એટલે કે સોમવારે સવારે જામીન પર મુક્ત કર્યો હતો.
AMTS બસ નંબર GJ01 KT 0952 અમદાવાદ (Ahmedabad) સ્થિત ઘુમાથી હાટકેશ્વર જઇ રહી હતી. મળતી માહિતી અનુસાર 151 નંબરની આ બસ જ્યારે જોધપુર ચોકડી પાસે સ્ટાર બજાર પાસે પહોંચી તો બસની બ્રેક ફેલ (Break Fail) થઇ ગઇ હતી.
ત્યારબાદ બસે એક પછી આઠ ગાડીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલ (Hospital) પહોંચાડવામાં આવ્યા હતા.
અકસ્માત (Accident) બાદ લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. આ દરમિયાન બસ ચાલકને ઘટનાસ્થળ પર હાજર લોકોએ પકડી પાડ્યો હતો. એન ડિવીઝન પોલીસે AMTS બસ ડ્રાઇવર (Bus Driver) મોહમંદ આમીન અંસારીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આમિર મન્સૂરી 10 વર્ષ થી બસ ચલાવે છે ત્યારે એન ટ્રાફીક પોલીસે (Traffice Police) બસ ચાલક ની ધરપકડ કરી બીજા દિવસે એટલે કે સોમવારે સવારે જામીન પર મુક્ત કર્યો હતો.