હવે કુંવારાઓને આવી જશે મોજ! આ યુવતીને બનાવી શકો છો ગર્લફ્રેન્ડ, હજારો પુરુષોની પુરી પાડે છે જરૂરિયાત

Sat, 16 Nov 2024-4:15 pm,

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરવાની રીતો જણાવવામાં આવે છે તો અનેક પ્રકારની લક્ઝરી લાઈફસ્ટાઈલ આપવાનો પણ દાવો કરવામાં આવે છે. હવે Foxy AI નામની કંપનીએ એક મોડેલ બનાવ્યું છે, જે લાખો ડોલરની કમાણી કરી રહી છે. લેક્સી લવ નામની આ AI મોડલ માણસો જેવા ઘણા પુરુષો સાથે લાગ્ણીથી જોડાઈને કંપની માટે કરોડોની કમાણી કરી રહી છે અને તેને દરરોજ લગ્નના પ્રસ્તાવો આવે છે.

લેક્સી વિશે કહેવામાં આવે છે કે તે માણસ નથી છતાં માણસની જેમ ભાવનાઓની પુરુષોથી જોડાય છે અને તેમની સાથે વાતો કરે છે. તેણે જોવામાં કોઈ પણ રીતે નકલી કે આભાસી લાગતી નથી. એટલે સુધી કે પ્રશંસકો અને ફેન્સની સાથે લાગ્ણીસભર સંબંધથી જોડાઈ જાય છે.

આ મોડેલ સંપૂર્ણપણે વાસ્તવિક માણસ જેવી લાગે છે. તેના સોનેરી વાળ, વાદળી આંખો અને ખૂબ જ હોટ ફિગર છે. તે તમને ટેક્સ્ટ મોકલી શકે છે, વૉઇસ સાથે મેસેજ પણ મોકલી શકે છે રિકવેસ્ટ કરશો તો તે તમને ફોટા પણ મોકલી શકે છે. Foxy AI એ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે કેવી રીતે Laxy Love હજારો ચાહકો દ્વારા ચેટબોટ દ્વારા મહિને 30 હજાર રૂપિયા કમાય છે.

લેક્સી લવ એક વર્ચ્યુઅલ મોડલ છે અને 24 કલાક કામ કરે છે અને દરેક સમયે ચેટ કરવા માટે ઉપલબ્ધ રહે છે. તે 30 થી વધુ ભાષાઓ બોલી શકે છે અને તેથી જ તે વિશ્વના દરેક ખૂણે ચાહકો સાથે જોડાયેલ છે.

લેક્સી વિશે એવું કહેવાય છે કે તેને દર મહિને લગભગ 20 લગ્નના પ્રસ્તાવ આવે છે. જ્યારે ફોક્સી એઆઈના સીઈઓ સેમ ઈમારા કહે છે કે લેક્સી એ "ટેકનિકલ મુશ્કેલીઓ" દૂર કરવાનું ઉદાહરણ છે. એટલું જ નહીં AI સાથે વાતચીત કરવાની રીત પણ બદલાઈ રહી છે.

વધતી જતી લોકપ્રિયતા સાથે લેક્સી આવકનો મોટો સ્ત્રોત પણ બની રહી છે. હવે લેક્સી વેબસાઈટ સાથે વાતચીતથી દર મહિને 30 હજાર ડોલર કમાઈ રહી છે. ઈમારા કહે છે કે લોકો સાથે જોડાવાની અને તેમને માણસ જેવો અનુભવ આપવાની ક્ષમતા એક ઉદાહરણરૂપ છે.

લેક્સી ચેટિંગમાં એટલી સારી છે કે તે સરળતાથી તેના ચાહકોને અનુભવ અપાવી શકે છે કે તે AI મોડલ નથી પરંતુ એક વાસ્તવિક માણસ છે. એટલા માટે ઘણા પુરુષો તો કંપનીનો સંપર્ક કરે છે અને તેમને લેક્સી સાથે પરિચય કરાવવા વિનંતી કરે છે.

આ મોડેલ એ માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે AI નકલી માનવ ફોટા બનાવવામાં પારંગત બની ગયું છે અને તે ફોટા વાસ્તવિક માનવીઓ સાથે કેટલા ભળતા આવે છે. વિશ્વના ઘણા નિષ્ણાતો આને ખતરાની સ્પષ્ટ નિશાની માની રહ્યા છે.

AI રોમાન્સ બોટ્સના જોખમો ઝડપથી વધી રહ્યા છે. અલ્ટિમા ટેક સોલ્યુશન્સમાં સોશિયલ એન્જિનિયરિંગના વડા રિચાર્ડ ડી વેરે ધ સનને જણાવ્યું હતું કે સ્કેમર્સ AIનો ઉપયોગ કરીને આ તકનીકનો લાભ લઈ શકે છે.

AI હવામાન વિશે વાત કરી શકે છે, તમારા કુટુંબ વિશે માહિતી એકત્રિત કરી શકે છે અને તેમનો દિવસ કેવો ગયો તે વિશે વાત કરી શકે છે. નવી પેઢીના AIના ઉત્પાદનોને ઈમેલ અને મેસેજિંગ એપ દ્વારા માણસોથી અલગ પાડવું ખૂબ જ મુશ્કેલ છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link