Air Pollution: અમદાવાદની હવામાં ફેલાયુ `ઝેર`, આ ઘરેલુ ઉપાયથી પોતાને રાખો સુરક્ષિત

Sat, 04 Nov 2023-11:42 am,

દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI 200ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 125 નોંધાયો છે. 

આદુને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની અંદર જમા થયેલ કફ સરળતાથી દૂર થઈ જાય છે અને આ ઋતુમાં ફાયદાકારક છે.

મધ ખાવાથી પ્રદૂષણ દૂર થાય છે. મધ ખાવાથી ફેફસાં અને શ્વસન માર્ગનો સોજો પણ દૂર થાય છે.

ગોળનું સેવન પ્રદૂષણની અસરોથી બચવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે, ગોળ શરીરની અંદર રહેલા કણો અને ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

તુલસીનો ઉપયોગ અનેક પ્રકારના રોગોની સારવારમાં થાય છે. આ ઋતુમાં પ્રદૂષણની અસરથી બચવા માટે દરરોજ તુલસીના પાનનું પાણી પીવો.

ગરમ દૂધમાં હળદર ઉમેરીને દરરોજ પીવો. આમ કરવાથી ફેફસામાં રહેલા ધૂળના કણોને સરળતાથી દૂર કરી શકાય છે.

પ્રદૂષણ દરમિયાન ફેફસામાં ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. આવા ચેપને દૂર કરવા માટે, તમે ઘણા એન્ટી-ઇંફ્લામેટરી ફૂડનું સેવન કરી શકો છો. જેમ કે- અખરોટ, બ્રોકોલી, ચેરી, ઓલિવ, ગ્રીન ટી વગેરે.

જો તમે ફેફસામાંથી જામેલા કફ અને ગંદકીને દૂર કરવા માંગો છો તો કાળા મરીને મધમાં ભેળવીને ખાઓ. તેને રોજ ખાવાથી શરીરમાંથી ગંદકી દૂર કરવામાં સરળતા રહે છે.

ધુમ્મસના કણો શ્વસન માર્ગમાં અટવાઈ જાય છે. તેનાથી બચવા માટે સ્ટીમ થેરાપી ખૂબ જ ઉપયોગી છે. સ્ટીમમાં હાજર સ્ટીમ કણો તમારી શ્વાસનળીને આરામ આપે છે, જે કફને દૂર કરે છે અને રાહત આપે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link