1 April થી દરેક ગાડીઓ માટે લાગૂ થશે આ નવો નિયમ, જલદી જાણીલો નહીં તો પસ્તાશો
મોદી સરકારે લોકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ 1 એપ્રિલ બાદ બનતી નવી કારોમાં એર બેગ અનિવાર્ય કર્યું છે. તેથી હવે કંપનીઓએ પોતાની નવા કારોમાં ડ્રાઈવર અને બાજુની સીટમાં બેસતા વ્યક્તિ માટે એરબેગ લગાવવું પડશે.
નવા નિયમ મુજબ જૂની કાર જેમાં એરબેગ નથી આપવામાં આવ્યું, તેમને 31 ઓગસ્ટ પહેલા એરબેગ લગાવવું ફરજિયાત છે. વગર એરબેગે રસ્તા પર ચાલતી કાર સામે દંડ ભરવો પડશે. સરકારના પૂરા પ્રયાસ છે કે માર્ગ અકસ્માતમાં જાનહાનિના આંકજા ઓછામાં ઓછા બને.
કારમાં ફ્રંટ એરબેગને જરૂરી બનાવવા માટે પરિવહન મંત્રાલય લાંબા સમયથી કામ કરી રહ્યું હતું. જે બાદ હાલમાં જ પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો. ત્યારે હવે કાયદા મંત્રાલયે આ અંગે મંજૂરી આપી દીધી છે. જે બાદ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
માર્ગ અકસ્માત વખતે એરબેગ બહું ઉપયોગી સાબિત થાય છે. જ્યારે પણ કાર અથડાઈ છે, ત્યારે ગણતરીની ક્ષણોમાં ડ્રાઈવરના સ્ટીયરિંગ વ્હીલમાંથી એરબેગ ફુગ્ગાની જેમ બહાર આવી ખુલે છે. એરબેગ ખુલતા કાર ચલાવતા ડ્રાઈવરનું માથું સ્ટીયરિંગથી અથડાતા અટકી જાય છે. આ સંપૂર્ણ ટેકનીક દુર્ઘટના સમયે વ્યક્તિનો જીવ બચાવે છે. મોટા ભાગે અકસ્માતમાં વ્યક્તિનું માથુ સ્ટીયરિંગ સાથે અથડાતા તેનું મોત થાય છે. એરબેગ કોટનના બનેલા હોય છે, જેના પર સિલિકોનનું કોટિંગ હોય છે. એરબેગની અંદર સોડિયમ એઝાઈડ (SODIUM AZIDE) ગેસ ભરેલી હોય છે.
કેન્દ્ર સરકાર કારમાં એરબેગ બનાવવાની દિશામાં કામ કરી રહી છે, આ ખબર ઝી મીડિયાએ બહુ પહેલા આપી હતી. ત્યારબાદ જે માહિતી આ મામલે મળી તે પણ ઝી મીડિયાએ તમને આપી. હવે કાયદા મંત્રાલય બાદ ઝી મીડિયાની ખબરની અસર દર્શાય છે.