કારની Airbags અને લોકિંગ સિસ્ટમ પર નવા નિયમ, સેફ્ટી માટે સરકારની કડકાઇ

Fri, 18 Dec 2020-5:45 pm,

વ્હીકલ સ્ટાડર્ડ માટે બની ટેક્નિકલ કમિટીએ આ કારોમાં ફ્રન્ટને પેસેંજર સાઇડમાં એરબેગ અનિવાર્ય કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ પરિવહન વિભાગે સુરક્ષા ફીચર્સમાં કરવામાં આવનાર ફેરફારને જોતાં ઓટોમોટિવ ઇંડસ્ટ્રી સ્ટાડર્ડ (AIS)માં સંશોધન માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. એક અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે આખી દુનિયામાં આ વાતને લઇને સહમતિ છે કે ગાડીઓમાં વધુમાં વધુ સુરક્ષાના ઉપાય હોવા જોઇએ. જેથી કોઇ અકસ્માત દરમિયાન તેમની જીંદગી સુરક્ષિત રહે. 

સરકાર આ ડ્રાફ્ટ દ્વારા લોકોને તેમની રાય પૂછી રહી છે, તેમની ભલામણો મંગાવી રહી છે. રોડ પરિવહન મંત્રાલય આ જલદી થી જલદી લાગૂ કરવા માંગે છે. એટલા માટે તેના પર તેજીથી કામ થઇ રહ્યું છે. ખૂબ જલદી તેને લાગૂ કરવાની તારીખ પણ ફાઇનલ થઇ જશે. સરકારી સૂત્રોના અનુસાર આ નિયમને આખા દેશમાં લાગૂ કરવા માટે એક વર્ષનો સમય પુરતો હશે. 

અત્યારે ગાડીઓમાં સિંગલ એરબેગ જ મળે છે, જોકે ફક્ત ડ્રાઇવરની સાઇડ હોય છે. કોઇ મોટા અકસ્માતમાં કો-પેસેંજરને ગંભીર ઘાટલ થવા અથવા જીવનું જોખમ રહે છે. સ્પીડ એલર્ટ, રિવર્સ પાર્કી સેંસર અને સીટ બેલ્ટ જેવા ફીચર્સ કોઇપણ ગાડીમાં ઓછામાં ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. જોકે સ્ટાડર્ડ ફીચર્સ છે. પરંતુ ફ્રંટ સીટ પર બેઠેલા કો-પેસેંજર માટે એરબેગને અનિવાર્ય નહી કરવામાં આવી ન હતી. 

રોડ અક્સ્માતને રોકવા માટે સરકાર પ્રાઇવેટ અને કોમર્શિયલ ગાડીમાં સેંટ્રલ લોકિંગ સિસ્ટમમાં મેનુઅલ સિસ્ટમને લાગૂ કરવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે જો આ લાગૂ થયું તો ગાડીઓના દરવાજા લોક થવાના કારણે અકસ્માતોથી બચાવી શકાશે. અકસ્માતમાં ઓટોમેટિક દરવાજા લોક થઇ જાય છે. જેના લીધે ગંભીર અકસ્માત થાય છે. મેનુઅલ સિસ્ટમમાં ઇમરજન્સી દરમિયાન મુસાફરો દરવાજો ખોલીને બહાર આવી શકે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link