Airtel, Vi, BSNL અને Jio ના સૌથી સસ્તા પ્લાન (cheap plans), આ રહી સંપૂર્ણ માહિતી

Mon, 01 Feb 2021-11:25 am,

સૌથી પહેલાં અમે સરકારી ટેલિકોમ કંપનીની વાત કરીએ, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નો સૌથી સસ્તો પ્લાન માત્ર 19 રૂપિયામાં મળે છે. ગ્રાહકોને BSNL ના Dubbed Mini_19 પ્લાનમાં 1GB ડેટા મળે છે. જેની વેલિડિટી માત્ર એક દિવસની છે. (Photo: Freepik)

વોડાફોન-આઈડિયા (Vi) નો સૌથી સસ્તા રિચાર્જ પ્લાન (Recharge plan) માત્ર 16 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 1GB નો મોબાઈલ ઈન્ટરનેટ ડેટા મળે છે. એની વેલિડિટી 24 કલાકની હોય છે.

ટેલીકોમ કંપની Airtel નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 48 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. જલે આ પ્લાન એયરટેલનો સૌથી સસ્તો પ્લાન હોય પણ અન્ય કંપનીઓની સરખામણીએ આ પ્લાન ખુબ મોંઘો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 3GB ડેટા આપવામાં આવે છે. જોકે, સારી વાત એ છેકે, રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

સસ્તા પ્લાનની વાત કરવામાં આવે તો Jio સૌથી ઓછી કિંમતમાં રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીના આ પ્લાનમાં ગ્રાહકોને 1GB ડેટા આપવામાં આવે છે. જિયો યુઝર્સના વર્તમાન પ્લાનની વેલિડિટી મુજબ આ સસ્તા રિચાર્જ પ્લાનની વેલિડિટી રાખવામાં આવી છે.

સસ્તા રિચાર્જ પ્લાન્સની વાત કરીએ તો, Vi પાસે એક 48 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન પણ છે. આ પ્લાનમાં યૂઝર્સને 3GB ડેટ આપવામાં આવે છે. સાથે જ આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link