બર્થડે પર મોમ ઐશ્વર્યા જેવી લાગી આરાધ્યા, PHOTOS
અમિતાભ બચ્ચને આરાધ્યાના આઠમા જન્મદિન પર તેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અત્યંત ભાવુક મેસેજમાં આરાધ્યાને હંમેશા ખુશ રહેવા અને ગર્વથી જીવવાની શુભકામનાઓ આપી હતી. 76 વર્ષના બિગબીએ પોતાના બ્લોગ પર આરાધ્યાની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, હું નાનકડી પરીને તેના જન્મદિન પર તેને ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવું છું, કે તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય. આરાધ્યા બચ્ચન, અમારા ઘરમાં દીકરીનો આર્શીવાદ છે. (તસવીર સાભાર - અમિતાભ બચ્ચન બ્લોગ)
અભિષેકે પણ ઈન્સ્ટા પર આરાધ્યા અને ઐશ્વર્યાની સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, તે પરિવારની ખુશી અને ગર્વ છે. નાનકડી રાજકુમારીને તેના જન્મદિન પર શુભકામનાઓ. હું પ્રાર્થના કરીશ કે તે સદાય હસતી રહે, તારી માસુમિયત યથાવત રહે. (તસવીર સાભાર - અભિષેક બચ્ચન ઈન્સ્ટાગ્રામ)
ઐશ્વર્યાએ પોતાની દીકરી માટે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, લવ યુ એન્જલ આરાધ્યા. હેપ્પી બર્થડે માય ડાર્લિંગ. ઉલ્લેખનીય છે કે, 2011માં બચ્ચન પરિવારમાં આરાધ્યનો જન્મ થયો હતો. જેને દર્શકો બેટી બી પણ કહે છે. (ફોટો સાભાર ઐશ્વર્યા રાય ઈન્સ્ટાગ્રામ)