એરપોર્ટ પર આવા કપડાં પહેરી જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન, ફરી ઉડી પ્રેગ્નેંસીના સમાચાર
23 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ઐશ્વર્યા રાય એરપોર્ટ પર સ્પોટ થઇ. આ દરમિયાન અભિનેત્રી હંમેશાની માફક સુંદર લાગી રહી હતી.
જોત જોતા ઐશ્વર્યા રાયના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો તેમના કપડાંને જોઇને પ્રેગ્નેંસીના સમાચારોએ જોર પકડી લીધું. ઐશ્વર્યા રાય અવસરે એટલો ઢીલો વ્હાઇટ કલરનો કોટ પહેર્યો હતો કે ફેન્સ તેમની પ્રેગ્નેંસીની અટકળો લગાવવા લાગ્યા.
આ ફોટામાં ઐશ્વર્યા વ્હાઇટ ઓવરસાઇઝ કોટની સાથે બ્લેક કલરની ટાઇટ્સ અને બ્લેક ટી શર્ટ સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા જોવા મળ્યા. પોતાના લુકને પુરો કરવા માટે ઐશ્વર્યાએ બાલને ઓપન કરીને લાઇટ મેકઅપ કર્યો હતો. સાથે જ ડ્રેસ સાથે મેચિંગનો બ્લેક કલરનો હેંડબેંગ પણ પકડેલી જોવા મળે છે.
અભિનેત્રીના ફોટોઝને જોઇને એક યૂઝરે લખ્યું 'એવું લાગી રહ્યું છે કે પ્રેગ્નેંટ છે. જલદી જ ગુડ ન્યૂઝ આવી શકે છે. 'વધુ એક યૂઝરે લખ્યું- 'શું પ્રેગ્નેંટ છે?' ત્રીજા યૂઝરે લખ્યું- 'બેબી નંબર 2 જલદી આવી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે ઐશ્વર્યા રાયની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન 1' જલદી જ રિલીઝ થવાની છે. હાલ અભિનેત્રી તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.