PHOTOS: લાંબા સમય બાદ બચ્ચન પરિવાર સાથે જોવા મળી એશ્વર્યા રાય, છૂટાછેડાના સમાચાર ખોટા સાબિત થયા?
આ તકે અમિતાભ બ્ચન પુત્રવધૂ એશ્વર્યા રાયની સાથે એક ફ્રેમમાં જોવા મળ્યા તો અભિષેક બચ્ચનની સાથે એશ્વર્યા સ્પોટ થઈ. આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે.
આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યો. આ તકે અભિષેક બચ્ચને બ્લેક કલરનું જેકેટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું.
ઐશ્વર્યા રાય પણ અભિષેક સાથે સ્પોટ થઈ. આ અવસર પર એશે કાળા રંગનો કામદાર સૂટ પણ પહેર્યો હતો, જેમાં મલ્ટી થ્રેડ સાથે એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. લાઈટ મેક-અપ, લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે અભિનેત્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી.
એશ્વર્યા જ્યારે કારથી નીચે ઉતરી તો તેનો લુક મિનિટોમાં છવાઈ ગયો. અભિનેત્રીએ મેચિંગ બ્લેક કલરનું પર્સ અને તે પ્રકારના હાઈ હીલ્સના સેન્ડલ પહેર્યા હતા.
તો અમિતાભ બચ્ચન ગ્રે કલરના કોટ અને બ્લેક કલરના પેન્ટની સાથે જોવા મળ્યા હતા.
આ ત્રણેયનો એક ફ્રેમમાં ફોટો જોઈ ફેન્સનો ચહેરો ખીલી ગયો. આ ફોટોમાં એશ્વર્યા કોઈને ગળા મળતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન જીવનમાં ઘણા સમયથી વિવાદ હોવાના સમાચાર હતા. છૂટાછેડાના સમાચાર પણ ચર્ચામાં રહ્યા. પરંતુ આ તસવીરો સામે આવતા જ ચાહકો બંને વચ્ચે સમાધાનની અટકળો લગાવી રહ્યા છે.