મનપસંદ છોકરી માટે આ દેશમાં ખૂંખાર વ્હેલ માછલીનો તોડી લાવવો પડે છે દાંત, મોત સામે ભીડવી પડે છે બાથ
ફિજીમાં તબુઆની પરંપરા અનુસાર, છોકરાને લગ્ન કરવા માટે તેણે કન્યાના પિતાને વિશ્વના સૌથી મોટા પ્રાણી વ્હેલનો દાંત આપવો પડે છે.
વ્હેલ એ માછલીઓમાંથી એક છે, જે સૌથી ઊંડા પાણીમાં રહે છે. આ હોવા છતાં ફિજીમાં તબુઆ નામની આ પરંપરા અનુસાર, વ્યક્તિએ વ્હેલના મોંમાં જઈને તેના દાંત તોડવા પડે છે.
તબુઆના મતે પ્રેમ ત્યારે જ વ્યક્ત કરી શકાય છે જ્યારે છોકરો દરિયામાં સેંકડો ફૂટ ઊંડે જઈને વિશ્વની સૌથી મોટી માછલીના દાંતને તોડી નાખે.
ફિજીમાં તબુઆ પરંપરા એ વાતનું પ્રતીક છે કે છોકરાનું કુટુંબ સમૃદ્ધ કુટુંબમાંથી છે.
ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ફીજીમાં (Fiji whale teeth gift) સ્પર્મ વ્હેલના (Sperm Whale teeth) દાંતને ટાબુઆ કહેવામાં આવે છે. આ અંગે અહીં જૂની માન્યતા છે.
ફિજીમાં વ્હેલના દાંત ભેટ આપવા એ એક સામાન્ય પ્રથા છે અને લગ્નો ઉપરાંત, લોકો અંતિમ સંસ્કાર, સગાઈ, જન્મ અથવા માફી માંગવા માટે પણ દાંત ભેટ આપે છે.
વ્હેલ દાંત ભેટ આપવાનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને ટાબુઆ ભેટ આપે છે, તો તેનો અર્થ એ છે કે તે સંબંધ, વચન, વિશ્વાસ તેના માટે ઘણું અર્થ છે અને તે તેના માટે સૌથી ઉપર છે.
ફિજીયન ભાષામાં તબુઆનો અર્થ પવિત્ર થાય છે. વ્હેલના દાંત કદમાં ભિન્ન હોય છે અને દેશની રાજધાની સુવામાં ઘણી દુકાનોમાંથી ખરીદી શકાય છે. આ માન્યતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રચલિત છે.