Ajay Devgn Birthday: અજય દેવગણને પહેલી મુલાકાતમાં કાજોલ લાગી હતી `ધમંડી`, બંનેએ સાથે ફિલ્મ કરી અને...
એક્ટર અજય દેવગણ અને કાજોલ અપોઝિટ અટ્રેક્શનનું સૌથી મોટું ઉદાહરણ છે. અજય અને કાજોલે 1999 માં લગ્ન કર્યા અને 90 ના દાયકામાં ડેટિંગ. બંનેના બેસ્ટ ફ્રેંડે કાજોલ અને અજય દેવગણને એકબીજાને ડેટ નહી કરવાની સલાહ આપી હતી. અજય દેવગણ અને કાજોલની પ્રથમ મુલાકાત પણ ખૂબ સારી રહી ન હતી. અજય દેવગણને કાજોલ પહેલી મુલાકાતમાં ખૂબ 'લાઉડ, ધમંડી અને વાતોડી' લાગી હતી. પછી કેવી રીતે બંનેની લવસ્ટોરી શરૂ થઇ. ?
અજય દેવગન અને કાજોલની પહેલી મુલાકાત 1995માં ફિલ્મ 'હલચલ'ના સેટ પર થઈ હતી. અજય દેવગને પાયોનિયરને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને પહેલી મુલાકાતમાં કાજોલ પસંદ ન હતી અને તે તેને ફરીથી મળવા માંગતો ન હતો.
અજય દેવગણે કહ્યું હતું કે, ‘હલચલના શૂટિંગ પહેલાં હું કાજોલને મળ્યો હતો. સાચું કહું તો હું તેને ફરીથી મળવા માંગતો ન હતો. જ્યારે તમે તેને પહેલીવાર મળો છો, ત્યારે તે ખૂબ જ લાઉડ, ઘમંડી અને વાતોડી લાગે છે. આ ઉપરાંત વ્યક્તિત્વમાં પણ અમે એકબીજાથી ઘણા અલગ હતા. પણ, આખરે જે થવાનું હોય છે, તે જ થાય છે.''
તમને જણાવી દઈએ કે દિવ્યા ભારતી 'હલચલ'માં લીડ રોલ કરવાની હતી, પરંતુ તેનું અચાનક નિધન થઈ ગયું. કાજોલે છેલ્લી ઘડીએ આ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સફળ રહી અને અહીંથી અજય દેવગન અને કાજોલની મિત્રતા પણ શરૂ થઈ.
તો બીજી તરફ કાજોલે હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું તે સમયે કોઈની સાથે હતી. મને લાગે છે કે અજય દેવગન પણ કોઈને જોઈ રહ્યો હતો. પછી અમે બંનેએ સાથે એક ફિલ્મ કરી અને અહીંથી અમારી મિત્રતા શરૂ થઈ.
જ્યારે અજય દેવગણ અને કાજોલના લગ્ન થયા તો એક્ટરનો પરિવાર ખુશ હતો, કારણ કે ઘરમાં કોઇ તો બોલનાર આવી રહ્યું છે. અજય દેવગણે હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ''ઇમાનદારીથી કહું તો બે લોકોમાંથી એકને બોલવું જોઇએ. જો બંને ચૂપ થઇ જશે તો સમસ્યા થઇ જશે. તો કાજોલ બોલે છે અને હું ચૂપ રહું છું.''
અજય દેવગણનું કહેવું છે કે તે જાણતા નથી કે કાજોલની કઇ વાતથી તે આકર્ષિત થયા હતા. આ બધુ નેચરલી થયું હતું. અજય દેવગણે કહ્યું હતું, ''હું નથી જાણતો કે હું કેવી રીતે તેમના પ્રત્યે આકર્ષિત થયો. સાચી વાત તો એ છે કે અમે બંને નથી જાણતા. અમે વાત કરવાની શરૂ કરી, પછી મિત્રો બની ગયા અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. અમે એકબીજાને પ્રપોઝ પણ નથી કર્યું. બધુ નેચરલી થઇ ગયું.