Ali Faizal Richa Chadda: ઋચા-અલીનું યુનિક વેડિંગ ઇનવિટેશન કાર્ડ, ફેન્સ બોલ્યા- આગ લગાવી દીધી

Wed, 21 Sep 2022-10:40 pm,

અલી ફૈઝલ અને ઋચા ચડ્ઢાના લગ્નનું આમંત્રણ ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેણે જે રીતે પોતાના લગ્નનું નિમંત્રણ આપ્યું તેની ચર્ચા ચારેતરફ છે. ફેન્સ હવે તેની મજાકભર્યા અંદાજમાં ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. 

કપલે પોતાના લગ્નનું આમંત્રણ કાર્ડ બાકસના બોક્સના આકારમાં ડિઝાઇન કરેલા કાર્ડ દ્વારા આપ્યું છે. જેમાં લખ્યું છે- કપલ બાકસ, તે સ્કેચમાં ઋચા અને અલી પરંપરાગત પરિધાનોમાં સાઇકલની સવારી કરતા જોવા મળે છે. 

ઋચા અને અલીએ પોતાનું વેડિંગ ઇનવિટેશન પોતાના સોશિયલ હેન્ડલ પર શેર કર્યું છે, જેમાં તે એક રેટ્રો લુકમાં જોવા મળી રહ્યાં છે. અભિનેતા જોડીએ પોતાના લગ્નનું આમંત્રણ સેવ ધ ડેટ ડિઝાઇન કરવા માટે પોતાના એક મિત્રને કહ્યું, જેણે ઋચા અને અલીના ચહેરાને પોપ આર્ટ ડિઝાઇનમાં સ્કેચ કર્યો છે. 

અલી ફૈઝલ અને ઋચા ચડ્ઢા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. તેનો આ સંબંધ ફિલ્મ ફુકરે બાદ શરૂ થયો હતો, જેમાં તેણે સાથે કામ કર્યું હતું. અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. 

તેના લગ્નની વાત કરીએ તો કપલનું પ્રી વેડિંગ ફંક્શન સપ્ટેમ્બરના અંતમાં દિલ્હીના જિમખાનામાં શરૂ થઈ જશે. કપલ 6 ઓક્ટોબરે મુંબઈના એક બંગલામાં લગ્ન કરશે. 7 ઓક્ટોબરે મુંબઈની એક હોટલમાં રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે. 

નોંધનીય છે કે અલી ફઝલ અને ઋચા ચડ્ઢાના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. બંનેએ જ્યારે લગ્નની જાહેરાત કરી છે, ત્યારથી ફેન્સ વચ્ચે હલચલ મચેલી છે. બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યાં છે અને હવે ઓક્ટોબરમાં લગ્ન કરવાના છે. તેના લગ્નને લઈને દરરોજ જાણકારીઓ સામે આવી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link