Sushant Case: CBI અને ફોરેન્સિક ટીમ વારંવાર સુશાંતના બાન્દ્રા ફ્લેટના ધાબે કેમ જાય છે? થયો ઘટસ્ફોટ

Mon, 07 Sep 2020-3:37 pm,

સામે આવેલી નવી જાણકારી મુજબ સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના નિધન કેસને મર્ડર એંગલથી જ તપાસ કરી રહી છે. ગત રવિવારે એમ્સના ડોક્ટરોએ પોતાનો છેલ્લો રિપોર્ટ જમા કરાવી દીધો છે. જેમાં કહેવાયું છે કે સુશાંતના ગળા પર બનેલો લિગેચર માર્ક આત્મહત્યાના કારણે થયો નથી પરંતુ તેમનુ ગળું દબાવી દેવાયું છે. સીબીઆઈ અને ફોરેન્સિક ટીમ સુશાંત સિંહ રાજપૂતના છત પર વારંવાર જાય છે કારણ કે તેમનો પાક્કો શક છે કે છતના રસ્તે જ હત્યારાએ એન્ટ્રી લીધી હતી. 

આમ જોઈએ તો સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટના ચોકીદારે એવું નિવેદન આપ્યું છે કે તેમણે 13 જૂનની રાતે સુશાંતના ઘર પર કોઈને આવતા જોયા નથી. બીજી બાજુ એવી પણ વાત સામે આવી છે કે આ ફ્લેટમાં પાછળની બાજુ એક નાનો ગેટ છે જ્યાં કોઈ પણ ગાર્ડ હોતો નથી. 

સીબીઆઈની ટીમને લાગે છે કે સુશાંતના ઘરની છત પરથી હત્યારાએ એન્ટ્રી લીધી છે તો તેના કોઈને કોઈ પુરાવા ચોક્કસપણે હશે. બની શકે કે સુશાંતને મારવા માટે જે હથિયારોનો ઉપયોગ થયો છે તેનો અંશ ત્યાં હાજર હશે અથવા તો જે વ્યક્તિએ છતથી એન્ટ્રી લીધી હશે તેના કોઈ પુરાવા ચોક્કસપણે હશે. 

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની આ કેસમાં સાક્ષી બની ગયો છે. તાજેતરમાં તેણે એવી વાત કબૂલી હતી કે 9 જૂન 2020ના રોજ સુશાંતના ઘરે કેટલાક અજાણ્યા લોકો આવ્યાં હતાં અને તે લોકો સુશાંતના લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી બધો ડેટા કાઢીને 8 હાર્ડ ડ્રાઈવમાં લઈ ગયા. એવું પણ સાંભળવા મળ્યું છે કે સિદ્ધાર્થ પિઠાનીએ એવી પણ વાત કબૂલી છે કે 13 જૂનના રોજ પણ ઘરમાં અનેક લોકો આવ્યાં હતાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link