Year Ender 2023: આ મ્યુચ્યુઅલ ફંડ્સે એક વર્ષમાં 70% સુધીનું વળતર આપ્યું, તમે કયા ફંડમાં રોકાણ કર્યું?
બંધન સ્લમો કેપ ફંડ આ મામલામાં લિસ્ટમાં ટોપ પર છે. આ ફંડે વર્ષ 2023માં 70.06 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ત્યારબાદ સૌથી વધુ રિટર્ન આપનાર મહિન્દ્રા મનુલાઇફ સ્મોલ કેપ ફંડ છે, તેણે આશરે 69.78% ટકાનું રિટર્ન પોતાના ઈન્વેસ્ટરોને આપ્યું છે.
આઈટીઆઈ સ્મોલ કેપ ફંડે 65.51% નું રિટર્ન આપ્યું છે. રિટર્નના મામલામાં ચોથા નંબર પર નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ અને ફ્રેંકલિન ઈન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડ છે અને તેણે આશરે 63 ટકા રિટર્ન આપ્યું છે. એચએસબીસી મલ્ટી કેપ ફંડે 61.16 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.
આ પછી, ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ આગળ છે અને તેણે 59.49% ના વળતર સાથે રોકાણકારોને ખુશ કર્યા છે. નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ અને જેએમ વેલ્યુ ફંડ લગભગ 58% ઓફર કરે છે. ઉપરોક્ત તમામ 10 યોજનાઓ મિડ કેપ, મલ્ટી કેપ, સ્મોલ કેપ અને વેલ્યુ ફંડ કેટેગરીની હતી. નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના બે સ્કીન્સે વર્ષ 2023 માટે SIP દ્વારા 58% થી વધુ વળતર ઓફર કર્યું છે.
માર્કેટમાં આશરે 247 ઈક્વિટી સ્કીમ હતી. આ 247 ઈક્વિટી મ્યૂચુઅલ ફંડ સ્કીમે 21.36% થી લઈને 70.06% વચ્ચે XIRR રિટર્ન આપ્યું. 1 જાન્યુઆરી 2023 જો કોઈએ 10,000 રૂપિયાની એસઆઈપી કરી તો આ સમયે તે વધીને 1.19 લાખથી 1.56 લાખ વચ્ચે થઈ ગઈ છે.
આ રિટર્ન લાર્જ કેપ, લાર્જ અને મિડ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, ELSS ફંડ, કોન્ટ્રા, વેલ્યુ અને ફોકસ્ડ ફંડ સાથે સંબંધિત છે. અમે તમને જણાવી દઈએ કે જો તમે SIPમાં રોકાણ કરો છો, તો તમારે કોઈપણ એક વર્ષના પ્રદર્શનના આધારે વધુ રોકાણ કરવાનો નિર્ણય ન લેવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર ફંડના પરફોર્મંસને લઈને તેની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)