Abu Dhabi Temple: UAE જ નહી દુનિયાના આ મુસ્લિમ દેશોમાં પણ ભવ્ય હિંદુ મંદિર, ભક્તોની લાગે છે ભીડ

Tue, 13 Feb 2024-1:21 pm,

બહેરીનમાં એક હિન્દુ મંદિર પણ છે જે લગભગ 200 વર્ષ જૂનું છે. આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના થટ્ટાઈ સમાજ દ્વારા વર્ષ 1817માં કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિર આવેલું છે જે સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને સમર્પિત છે. આ મંદિર 9મી સદીનું માનવામાં આવે છે. આ સિવાય સરસ્વતી મંદિર અને શિવ મંદિર પણ ઇન્ડોનેશિયાના બાલીમાં સ્થિત છે જે ખૂબ જ લોકપ્રિય છે.

લગભગ 109 વર્ષ જૂનું શિવ મંદિર ઓમાનની રાજધાની મસ્કટમાં આવેલું છે. આ મંદિરને મોતીશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2018માં જ્યારે વડાપ્રધાન મોદી ઓમાનના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે આ શિવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. મસ્કતમાં શિવ મંદિર ઉપરાંત શ્રી કૃષ્ણ મંદિર અને ગુરુદ્વારા પણ છે.  

મલેશિયામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ સિવાય અહીં હિન્દુ સમુદાયના તમિલ લોકો પણ છે. અહીંનું સૌથી પ્રખ્યાત મુરુગન મંદિર છે. આ મંદિરમાં ભગવાન મુરુગનની સૌથી મોટી પ્રતિમા છે. તે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી 13 કિલોમીટર દૂર છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને કાર્તિકેયની મૂર્તિઓ પણ છે.

પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક હિન્દુ મંદિર છે જે કટાસરાજ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ ભગવાન શિવનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. મંદિર પરિસરમાં રામ મંદિર, હનુમાન મંદિર પણ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link