AC ના આ 5 સેટિંગ્સથી કરી શકાય છે વીજળીની બચત, દરેક યૂઝરને હોવી જોઈએ જાણકારી
જો તમે નિયમિત રૂપથી એર ફિલ્ટરને સાફ રાખતા હોવ તો વિશ્વાસ કરો એનર્જી વપરાશને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ખરાબ ફિલ્ટર એરફ્લોને ઘટાડે છે અને વીજળીની વપરાશ વધારે છે.
રાતમાં સ્પીડ મોડનો ઉપયોગ કરો, તે તાપમાનને થોડુ વધારી દે છે અને વીજળીનો વપરાશ ઓછો કરે છે. તેવામાં એનર્જીનો વપરાશ ઓછો થશે.
જો તમે રૂમમાં ન હોય તો એસી બંધ કરી દો કે ટાઇમરનો ઉપયોગ કરો. આ પ્રકારથી તમે એનર્જી કંઝ્યુમિંગને મિનિમમ રાખી શકો છો.
જો તમે એસીને હાઈ ફેન સ્પીડ પર સેટ કરી રાખો છો તો વધુ એનર્જી વપરાય છે. તેવામાં તમારે ફેનની સ્પીડ સ્લો રાખવી જોઈએ, જેનાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે.
જો તમે એસીનો સતત ઉપયોર કરતા હોવ તો તાપમાનને 24°C થી 26°C વચ્ચે સેટ રાખો. આમ કરવાથી એનર્જીનો વપરાશ ઘટાડી શકાય છે. તમને જણાવી દઈએ કે દરેક 1°C તાપમાન ઘટાડવાથી વીજળીનો વપરાશ 6 ટકા સુધી વધી જાય છે.