અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય.. દિવાળી પર PM મોદીએ શેર કર્યા અયોધ્યાના PHOTOs

Sun, 12 Nov 2023-9:10 pm,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અયોધ્યામાં દિવાળીના અવસર પર યોજાયેલા "દીપોત્સવ"ને "અદ્ભુત, દિવ્ય અને અવિસ્મરણીય" ગણાવ્યો. તેમણે અયોધ્યા દીપોત્સવની તસવીરો ટ્વીટર (X) પર શેર કરી હતી.  

PM મોદીએ તેમના એકાઉન્ટ પર કહ્યું કે આખો દેશ અયોધ્યામાં પ્રગટવવામાં આવેલા લાખો "દીવાઓ"થી રોશન થઈ ગયો છે.  

તેમણે કહ્યું કે,દીવામાંથી નીકળનાર ઉર્જા ભારતમાં નવા ઉત્સાહનું સંચાર કરી રહી છે. મારી કામના છે કે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓનું કલ્યાણ કરે અને મારા પરિવારના તમામ સભ્યો માટે પ્રેરણા બને, જય સિયા રામ...  

દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં સરયુ નદીના કિનારે સ્થિત મંદિરના શહેરને પોતાનો જ વિશ્વ રેકોર્ડ તોડ્યો. નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અયોધ્યાના 51 ઘાટ પર એક જ સમયે લગભગ 22.23 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

2017માં સીએમ યોગીના નેતૃત્વમાં સરકારની રચના સાથે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી શરૂ થઈ હતી. તે વર્ષે લગભગ 51,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને 2019માં આ સંખ્યા વધીને 4.10 લાખ થઈ હતી.  

2020માં 6 લાખથી વધુ માટીના દીવા અને 2021માં 9 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.  

2022માં રામ કી પૌડીના ઘાટ પર 17 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જો કે, ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ફક્ત તે જ લેમ્પ્સને ધ્યાનમાં લીધા જે પાંચ મિનિટ કે તેથી વધુ સમય સુધી પ્રજ્વલિત રહ્યા અને રેકોર્ડ 15,76,955 પર સેટ થયો.

આ વર્ષની ઉજવણી એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરનું બહુપ્રતિક્ષિત ઉદ્ઘાટન 2024માં 22 જાન્યુઆરીએ થવાનું છે અને તેમાં પીએમ મોદી હાજરી આપશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link