ભાઈ... આ Trick તો ગજબની છે, ફોનની સ્ક્રીન પર W લખો તો ઓપન થઈ જાય વોટ્સએપ, F લખો તો ફેસબુક

Fri, 16 Feb 2024-1:59 pm,

જો તમે પણ વારંવાર ફોન અનલોક કરીને એપ્લિકેશન આઇકોન શોધીને થાકી ગયા છો તો આ નવી ટ્રીક અજમાવો. જેમાં તમારે તમારી પસંદગીની એપ ઓપન કરવા માટે ફોનને ઓપન કરવાની જરૂર નથી તમે સ્ક્રીન ઉપર એપ્લિકેશનનો સિમ્બોલ ડ્રો કરશો એટલે એપ્લિકેશન ખુલી જશે.

આ કામ તમે જેસ્ચર એપની મદદથી કરી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા પછી તમે તમારા સ્માર્ટ ફોન પર કોઈપણ એપ્લિકેશનને સરળતાથી ઓપન કરી શકો છો બસ તમારે ફોનની સ્ક્રીન ઉપર એપ્લિકેશનનો સિમ્બોલ ડ્રો કરવાનો રહેશે. 

એટલે કે જો તમારે whatsapp ઓપન કરવું છે તો સ્ક્રીન ઉપર w ડ્રો કરો. તેવી જ રીતે જો તમે F ડ્રો કરશો તો facebook ખુલી જશે અને M ડ્રો કરશો તો મેસેન્જર ખુલશે. 

તેના માટે  ગુગલ પ્લે સ્ટોર પરથી જેસ્ચર એપ ડાઉનલોડ કરી લો અને ત્યાર પછી જે પરમિશન એપ્લિકેશન માંગે તે અલાઉ કરો. 

ત્યાર પછી જેસ્ચર મેનેજમેન્ટ ઓપ્શન પર જઈને સિમ્બોલ ડ્રો કરો. ત્યાર પછી રન એપ્લિકેશન ઓપ્શન પસંદ કરો. તેમાં એપ્લિકેશન સિલેક્ટ કરી લો જેને તમે સિમ્બોલ વડે ઓપન કરવા માંગો છો. 

તમે દરેક એપ્લિકેશન માટે તમારી મરજી મુજબ કોઈપણ સિમ્બોલ પસંદ કરી શકો છો. ત્યાર પછી સ્માર્ટફોનની સ્ક્રીન ઉપર તે સિમ્બોલ આંગળી વડે ડ્રો કરશો એટલે એપ્લિકેશન ખુલી જશે.  

એક વખત આટલા સેટિંગ કરી લીધા પછી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. તેના માટે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર તમે એપ્લિકેશનનો ફર્સ્ટ લેટર અથવા તો તેનો સિમ્બોલ ડ્રો કરશો એટલે તે એપ્લિકેશન આપોઆપ ખુલી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link