Amazon Great Indian Festival Sale: લોકપ્રિય બ્રાન્ડની સ્માર્ટવોચ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
એમઝોન સેલમાં આ વોચને 14,999 રૂપિયાને બદલે 7999 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.39 ઈંચની ઓલવેઝ ઓન AMOLED ડિસ્પ્લે, બ્લડ ઓક્સીજન સેંસર, હાર્ટ રેટ મોનિટર, ઈનબિલ્ટ GPS, 90 સ્પોર્ટ્સ મોડ્સ અને 24 દિવસ સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે.
શાઓમીની આ સ્માર્ટવોચને સેલમાં 15,999 રૂપિયાને બદલે 6999 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.39 ઈંચ AMOLED ડિસ્પ્લે, PPG હાર્ટ સેન્સર, 10 સ્પોર્ટ્સ મોડ્સ, 5 ATM વોટર રેસિસ્ટન્સ અને 14 દિવસ ચાલે તેવી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
બોટની આ સ્માર્ટવોચને 7990ને બદલે 2499 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચ 1.69 ઈંચની HD ડિસ્પ્લે, સ્ટ્રેસ મોનિટર, બ્લડ ઓક્સીજન સેંસર, 14 સ્પોર્ટ્સ મોડ, 10 દિવસ ચાલે તેટલી બેટરી અને 50 મીટર સુધી વોટર રેસિસ્ટન્સ જેવા ફીચર્સ સાથે આવે છે.
એપલની આ એફોર્ડેબલ સ્માર્ટવોચ Apple Watch SEને સેલ દરમિયાન 32,900 રૂપિયાને બદલે 27,900 રૂપિયામાં ખરીદી શકાશે. આ વોચની ખાસિયત એ છે કે જો તમે બેભાન થઈને પડી જશો તો આ વોચ ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે અને ઈમરજન્સી સર્વિસને કોલ કરશે.
સેમસંગની આ સ્માર્ટવોચ સેલ દરમિયાન 18,991 રૂપિયાના ભારી ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તેવામાં 34,999 રૂપિયાને બદલે ગ્રાહકો વોચને 15,999 રૂપિયામાં ખરીદી શક્શે. આ વોચ સર્ક્યુલર સુપર AMOLED સક્રિન, ઓલવેઝ ઓન ડિસ્પ્લે, સ્લીપ ટ્રેકિંગ અને બ્લડ ઓક્સીજન સેંસર જેવા ફીચર્સ સાથે આવે છે.