અંબાલાલની ફરી ઘાતક આગાહી: અંતિમ તબક્કામાં ચોમાસુ તોફાની બનશે, આ વિસ્તારોમાં ફરી ધબધબાટી

Fri, 18 Aug 2023-4:57 pm,

રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ, કડી તથા તેની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, અને મોડાસામાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક ભાગમાં હળવા તો કેટલાક ભાગમાં ઝાપટાં તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આગામી 30 અને 31 તારીખ સુધીમાં બંગાળના ઉપસાગરમાં બીજુ એક વહન બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. મઘા નક્ષત્રમાં વરસાદ પડવાનો હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. સૌરાષ્ટ્રના દરિયકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ઓગસ્ટ માસના અંતિમ બે સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે. અલનીનોના કારણે વરસાદ વધતા ઓછા પ્રમાણમાં રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. તમને જણાવી દઈએ કે હાલ સુધી રાજ્યમાં 29 ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં 2 થી 3 દિવસ વરસાદની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. પરંતું આવતીકાલથી ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link