આ વર્ષે સો ટકા દિવાળી બગડશે! અંબાલાલે કીધું એટલે ફાઈનલ, નવેમ્બરમાં થઈ વાવાઝોડાની તૈયારી!
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 13 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની રિએન્ટ્રી થઈ છે. પરંતું હવેના દિવસો આ કરતા વધુ ખતરનાક આવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે છેક ડિસેમ્બર સુધીની આગાહી કરી દીધી છે. જેમાં વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે.
અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલ રહેશે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટો. વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. 7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ સર્જાશે. 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડવાનું શરૂ થશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.
અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો બેવડો ફટકો પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે. સ્કાયમેટ વેધરએ પણ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 12 અથવા 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે.
અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વિકસી રહેલી નવી હવામાન પ્રણાલીને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનમાં ફેરફારની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.