ચંદ્ર વાદળોમાં ઢંકાયેલો રહેશે તો વાવાઝોડાની શક્યતા! જાણી લો અંબાલાલની વાવાઝોડાવાળી આગાહી
પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે પણ અગાઉથી જ નવરાત્રિ દરમિયાન વરસાદની વકી અંગે આગાહી કરેલી છે. જેને કારણે આ વખતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી શક્યતાઓ છે. આગામી ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ જામ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ-વડોદરમાં પડેલા વરસાદને પગલે ગરબા મેદાનો ઉપર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ગરબાના આયોજકોએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને નવરાત્રિ દરમિયાન જો વરસાદ પડે તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.
નવલી નવરાત્રિના આડે હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પ્રથમ૩ નોરતામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. જેને પગલે પહેલાં ત્રણ દિવસ તો વરસાદમાં ધોવાઈ ગયા જ સમજો. અંબાલાલની વરસાદની આગાહીથી આયોજકોના માથે આભ ફાટ્યું છે. પમ્પ- પ્લાસ્ટિકના કવરની વ્યવસ્થા માટે દોડધામ કરી રહ્યાં છે ગરબા આયોજકો. આ વખતે ગરબાનું આયોજન અઘરું બનશે.
નવલી નવરાત્રિના આડે હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પ્રથમ 3 નોરતામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. જેને પગલે પહેલાં ત્રણ દિવસ તો વરસાદમાં ધોવાઈ ગયા જ સમજો. ગુજરાતમાં હજુ પણ આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે આ વખતે નવરાત્રિની મજા બગડી શકે છે. વરસાદી વિઘ્નને લઈને ખેલૈયાઓ ચિંતામાં છે અને આયોજકો અવઢવમાં છે.
અંબાલાલ પટેલે વરસાદને લઇ વધુ એક આગાહી કરી છે. 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, મધ્ય સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની શકયતા જણાવી હતી. ઉપરાંત 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હથિયામાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થશે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શકયતા અંબાલાલે જણાવી હતી.
નવરાત્રિમાં વરસાદને લઇ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. 10થી 12 ઓક્ટોબરે અનેક ભાગોમાં વરસાદની શકયતા રહેશે. શરદ પૂનમની રાતે ચંદ્ર જો કાળા વાદળો વચ્ચે આખી રાત ઢંકાયેલ રહેશે તો સમુદ્રમાં વાવઝોડું આવવાની શક્યતા છે.નવરાત્રીના દિવસોમાં પણ ગરમી, ઉકળાટ વધુ રહેશે. આ દિવસોમાં ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ રહેશ, પરંતુ એકા એક સ્થાનિક હલચલથી વરસાદ થવાની શકયતા રહેલી છે.
આ વખતે 7થી 13 સપ્ટેમ્બરમાં અરબી સમુદ્રમાં હલચલ થવાની શકયતા છે. તથા 14 થી 28 સપ્ટેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં ભારે વાવઝોડું સર્જાવવાની અને આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ 28 ઓક્ટોબર સુધીમાં સાનુકૂળતાના લીધે વાવઝોડું થવાની શકયતા રહેલી છે. અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, કરછ, પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયામાં વરસાદની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે.
27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.