ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!

Fri, 07 Jun 2024-5:13 pm,

ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે.

ગુજરાતીઓને ગરમીના ત્રાસમાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે. કારણ કે, આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની હવામાનની આગાહી છે. તો આવતી કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે. આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમન દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, મહીસાગર, અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ, આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. સાથે જ આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 

ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. 

7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.  

7 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા  

8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

10 જૂન દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ,ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,અમદાવાદ,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી

11 જુન અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ, ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી  

12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે. રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link