વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં મૂકાયા! `અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટેમ્બરમાં પડશે ઉનાળા જેવી ગરમી`
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતમાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે. 23 સપ્ટેમ્બરથી સખત ગરમીના અહેસાસની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. જેથી 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. 28 ઓગસ્ટથી ભારતના મહદ ભાગમાં વાદળો હટી જવાથી ગરમીની શરૂઆત થશે.
સપ્ટેમ્બરમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 મી સપ્ટેમ્બરથી 10 મી ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં 23 સપ્ટેબરથી સખત ગરમી વધશે. આ ગરમીના કારણે બંગાળના ઉપસાગરમા હવાના હળવા દબાણ ઉભા થશે. હાલ અલનીનોને કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી છે.
ગરમીની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનશે.
તેઓએ કહ્યું કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત છે, કારણ કે 31 ઓગસ્ટની આસપાસ હોંગકોંગ તરફનો ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. આનાથી ભારતનું ચોમાસું નબળું પડશે. આ સાથે 3થી 4 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં ચક્રાવાત સર્જાઈને લો પ્રેશર સિસ્ટમ ઉદભવશે.