ઠંડીની સીઝનમાં કાઢવો પડશે રેઇનકોટ, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, જાણો શું છે આગાહી

Tue, 03 Dec 2024-4:53 pm,

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જે ઓમાન તરફ આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ શકે છે. 

અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 8થી10 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તાજેતરમાં તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારમાં ફ્રેંગલ નામનું તોફાન આવ્યું હતું. આ વાવાઝોડાનો ભેજ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જી શકે છે અને તે ઓમાન તરફ આગળ વધી શકે છે.  

તેમણે કહ્યું કે, વાદળો આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતા છે. પંચમહાલ અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે. 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે.   

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.  

તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા ૩૦ વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025 ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે. આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે, ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link