ડંકાના ચોટ પર આ તારીખો લખી લેજો! અંબાલાલને સહેજ પણ હળવાશમાં ના લેતા, કરી ભયાનક આગાહી

Wed, 03 Jul 2024-5:01 pm,

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ તો કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા છે. આજે અમદાવાદ-ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છેકે, ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે. એમાંય આગામી પાંચ દિવસ સાચવી લેવાના છે.  

હાલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. આ ડીપ ડિપ્રેશન ગુજરાતના દ્વારકા થઇ આગળ આપણા પરથી પસાર થવાનું છે. જેના કારણે 2 જુલાઇના રોજ સાંજ સુધી દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આમ, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. 

ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં! તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તહેનાત કરાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું...નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી. 

અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે. 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા, 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા, 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા.

3 જુલાઈઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે ભારે વરસાદની આગાહી. 4 જુલાઈ: પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. 5 જુલાઈ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 6-7 જુલાઈ: સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. હાલ વરસાદ દરેક જગ્યાએ સારો વરસી રહ્યો છે અને ગ્રહ, નક્ષત્ર, વરસાદના વરતારા ની એક મારી ગણતરી મુજબ તા.૭/૭/૨૪ રવિવાર સુધી વરસાદની અપેક્ષા રાખી શકાય. તા. ૮/૭/૨૪ સોમવારથી તા. ૧૬/૭/૨૪ મંગળવાર સુધી વરસાદ ન વરસે તેવું અનુમાન મારી ગણતરીમાં આવી રહ્યું છે ત્યાર બાદ ફરી વરસાદ વરસે તેવું અનુમાન છે.  

ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે. ખેડૂત અને માલધારી પશુ-પંખી વરસાદની રાહ જોતા હોય છે. જો કે, આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો. જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો. હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.

ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. આ સંકટમાંથી ઉગારવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. 

પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link