આ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું `ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડું`
ગુજરાતમાં નવેમ્બર મહિનો આવી ગયો છે, પરંતું ઠંડી આવી નથી. ત્યારે લોકો ઠંડીની મોસમની રાહ જોઈ રહ્યાં છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ડરાવી દે તેવી છે. કારણ કે, ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. આ પલટો વાવાઝોડાની અસરને કારણે આવવાનો છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.
દિવાળી બાદ દેશભરના અનેક રાજ્યોનું વાતાવરણ પલટાયું છે. ભારતના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો અનેક ભાગોમાં ઠંડીનું આગમન પણ થયુ નથી. ત્યારે હવે વાતાવરણમાં કંઈક મોટું થવાનું છે, જેની અસર ન માત્ર ગુજરાતને, પરંતું દેશના અનેક રાજ્યોની થવાની છે.
આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેના બાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું મોટું અપડેટ આવી ગયુ છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી સપ્તાહ એટલેકે, આગામી સાત દિવસ અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. હાલ રાજ્યમાં નોંધાતું તાપમાન સામાન્ય કરતા વધારે છે. ઉત્તર પૂર્વીય પવનો ફુંકાતા તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો થઈ રહ્યો છે અનુભવ..આ સાથે જ હજુ પણ આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવ થશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવાયું છેકે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ડબલ સિઝનનો અનુભવ થશે. ખાસ કરીને સવાર અને મોડી સાંજ પછી ઠંડી જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થશે. એના કારણ એવું પણ છેકે, હજુ સુધી વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ નથી. જેથી આપણને ડબલ સિઝનનો અનુભવ થાય છે. ડબલ સિઝનના કારણે જ ઘણાં લોકોને કફ, ખાસી-ઉધરસની તકલીફ પણ જોવા મળી છે.
હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે.
જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.
હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ઠંડીના આગમન વિશે મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જયારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં નોંધાયું. આગામી પાંચથી સાત દિવસ તાપમાન યથાવત રહેશે.