અંબાબાલ પટેલની નવી આગાહી : શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે

Thu, 10 Aug 2023-9:10 am,

હાલ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસ્યો 93 ટકા વરસાદ વરસ્યો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે જણાવ્યુંક ે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રેહતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે. 

તેમણે વધુમા જણાવ્યું કે, તારીખ 12થી ઉત્તર પૂર્વીય ભારતમાં મોશમ બદલાવાની શક્યતા રહે જેથી તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર થઇ શકે છે. તો તારીખ 15 થી 18 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગો તરફ વરસાદની શક્યતા રહેતા ગુજરાતના ભૂ ભાગો તરફ સારા વરસાદના ઝાપટાની શક્યતા રહે છે.   

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ પરંતુ તેના કરતા 339.9 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 22 ટકા ઓછો વરસાદ થયો છે. ડાંગમાં અત્યાર સુધીનો 1383.4  mm વરસાદ થવો જોઈએ પરંતુ 1271.8 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 457.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ અત્યાર સુધઈમાં 367.6 mm જ વરસાદ નોંધાયો છે. એટલે કે 20 ટકા ઓછો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં પણ અત્યાર સુધીનો 602 mm વરસાદ થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 536.5 mm વરસાદ થયો છે. એટલે કે 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 551.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ 487 mm વરસાદ નોંધાયો છે. જે 6 ટકા ઓછો વરસાદ થયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link