ઉપસાગરના વહનથી વરસાદી ધરી સરકી જતા અંબાલાલનો મોટો ધડાકો! ગુજરાત પર આવ્યું બીજું સંકટ

Fri, 12 Jul 2024-12:42 pm,

Ambalal Patel Predication: છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. સામાન્ય રીતે લોકો એવી રાહ જોતા હોય છેકે, વરસાદ આવશે તો ઠંડક થશે. પરંતુ હાલ તો વરસાદ આવે કે ના આવે પણ ઉકળાટ...બફારો અને ગરમીનો અહેસાસ જરૂર થાય છે. આખુ શરીર જાણી પરસેવાવાળું થઈ જાય છે. શરીર પર એક અજીબ પ્રકારનો ભેજ આવી જાય છે. આવા વાતાવરણમાં ઘરમાં બેસવાનું પણ મન નથી થતુંકે, બહાર જવું પણ મન નથી લાગતું. એક પ્રકારે આ ખુબ જ ખરાબ વાતાવરણ કહી શકીય. જેમાં બીમારી અને રોગચાળો પણ માજા મુકતો હોય છે. ત્યારે જાણી લેજો ગુજરાત અંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી...

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે. કેટલાંક જિલ્લાઓમાં એમાં પણ કેટલાંક વિસ્તારોને બાદ કરતા બાકીના વિસ્તારોમાં ભેજયુક્ત પણ વરસાદ વિનાનું ઉકળાટ વાળું વાતાવરણ રહેશે. તાપમાનમાં પણ સામાન્ય કરતા થોડો વધારાનો અહેસાસ થશે.

અગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ ચોમાસાના બદલે ઉનાળાનો અનુભવ થશે. અરબી સમુદ્રના પવનો નબળા રહેતા, બંગાળના ઉપસાગરનું વહન નિષ્ક્રિય રહેતા અને મોન્સુન ધરી દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકતા વરસાદની શક્યા ઓછી છે. 

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ 5 દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકાર વરસાદની શક્યા ઓછી છે. 11થી 15 સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને દરિયા કિનારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી થશે મહેરબાન. 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link