ગુજરાતમાં હવે આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો

Thu, 30 May 2024-11:15 am,

જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી અંબાલાલા પટેલે કરી છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.  

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પરથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ 25થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.  

હવામાન વિભાગની આગાહી પણ કહે છે કે, આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ એલર્ટ નથી. પરંતુ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું હતું. 

હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 - 30 km ની ઝડપે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે. 

28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

આંધી-વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 28 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

ગિરનાર ઉપર આંધી સાથે ભારે પવનને કારણે રોપવે બંઘ રાખવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આંધીના વાદળો છવાયા છે. આ કારણે ભક્તોને સવારથી કુદરતી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. પવનની ગતિ વધુ હોવાથી 2 દિવસથી રોપવે બંધ છે. ગૃરું દત્ત ભગવાનના ચરણ પખાડતા વાદળો પસાર થઈ રહ્યાં છે. ભર ઉનાળે પવન અને આંધીના વાદળોનો નજારો જોઈ લોકોમાં અચરજ છવાયુ છે. ગિરનાર પર્વત પર વાદળોની સફેદ ચાદર છવાઈ છે. ગિરનાર પર્વત પર કુદરતી નજારો જોવા લોકો સીડી પર થંભી જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link