ગુજરાતમાં આગામી 7 દિવસ ચાલશે વરસાદની સટાસટી! તોફાની સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓને ભગવાન બચાવે...
એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી...આ વખતે તો ગુજરાતનું આવી બન્યું સમજો. આ સપ્તાહ એટલકે, આગામી સાત દિવસ ખરેખર સાચવી લેજો...
આવી ગઈ છે હવામાન વિભાગની આખા સપ્તાહ માટેની આગાહી...આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ એક્ટીવ રહેશે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે વરસાદ માટેનું સાયક્લોનિક સર્ક્યુલેશન. જેને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર મંડરાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો ખતરો...
આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પડશે ભારે વરસાદ. યુનિયન ટેરેટરી ગણાતા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે 23 ઓગસ્ટના રોજ પણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રહેશે વરસાદી માહોલ...
પરમ દિવસે 24 ઓગસ્ટના રોજ ગુજરાતના ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં રહેશે વરસાદી માહોલ...છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાની સંભાવના છે. 26 અને 27 ઓગસ્ટે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને પણ કરી દીધી છે મોટી આગાહી...24થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ.
અંબાલાલે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની કરી દીધી છે આગાહી.10 ઈંચ જેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાહી...પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી...