ઓ બાપ રે! અતિભારે વરસાદથી લઈને ગુજરાતમાં પૂરની શક્યતા! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ કેવો રહેશે તેનો વર્તારો કરી દીધો છે. તેમણે જણાવી દીધું છે કે ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 7 થી 15 જૂલાઈમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 2 થી 3 જૂલાઈમાં રાજ્યમાં વરસાદી જોર ઘટશે. 11-12 જૂલાઈના રોજ દરિયા કિનારે પવન ફૂંકાશે. ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમા વરસાદ થશે. 7 થી 15 જૂલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. 18 થી 20 જૂલાઈ દરમિયાન વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. 25 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી દેશ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર પૂર્વ ભારતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. નર્મદા નદીમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહેલી છે. તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ ઉભા થવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલની આગાહી કરી કે, હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે. આકાશ ભલે કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે. ભારે વરસાદ લોકો માટે આફત લાવશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે. હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે. આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે.
હજુ પણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
શુક્રવારની જેમ શનિવારે પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિ આગામી મંગળવારથી ગુરુવાર વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના નથી. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.