આ આગાહીથી લોકો ચિંતામાં! 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે

Mon, 09 Sep 2024-7:14 pm,

બિહાર, આંધ્ર પ્રદેશ,  ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને અસમના 60 ટકા જિલ્લા વર્ષમાં એકવાર જરૂર એક્સ્ટ્રિમ વેધર ઈવેન્ટ્સનો સામનો કરે છે. 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે એવું અનુમાન વ્યક્ત કરાયું છે. 

સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા  તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે. 

IPE Global અને ESRI-India ના રિપોર્ટ મુજબ ગુજરાતના 80 ટકા જિલ્લાઓમાં છેલ્લા બે દાયકાઓમાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બંને વધ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની રજૂ કરી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂર તરફ ગયા હતા પરંતુ હવે દુષ્કાળ કરતા પૂરની તબાહી જોનારા 149 જિલ્લા છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. 

ગુજરાતમાં આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં મોન્સૂન ટ્રફના લીધે વરસાદની આગાહી છે. ત્યારે કયા જિલ્લામાં વરસાદી માહોલ જામશે તેની પર એક નજર કરીએ...કાલે એટલે કે 10 સપ્ટેમ્બરે દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે, જ્યારે 11 સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તો હાલમાં અમદવાદમાં ભોજના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે...અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં આવતીકાલે અને 12, 13 સપ્ટેમ્બરે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 22થી 25 સપ્ટેમ્બર ભારે વરસાદી ઝાપટા પડવાની પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે 27 સપ્ટેમ્બરે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો 9 અને 10 ઓક્ટોબરે પણ વરસાદી માહોલ જામી શકે છે.

હવામાન બદલાવવાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વાયનાડમાં ભૂસ્ખલન, ભારે વરસાદ બાદ ગુજરાતમાં પૂર, ઉત્તરાખંડના ઓમ પર્વતથી ઓમ ગાયબ, અચાનક હવામાન બદલાય છે અને શહેરોમાં પાણી જમા થઈ જાય છે. હવે આ વખતના મોનસૂનને જોઈ લો. જૂનમાં નબળું હતું. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા અને માત્રા બંને વધી ગઈ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link